કચ્છના પાબીબેન રબારીની દેશવાસીઓને ઘર ઘર તિરંગા લહેરાવવા અપીલ
'હરી-જરી' રબારી ભરતની વિવિધ વસ્તુઓ બનાવતા કુટીર ઉદ્યોગ થકી અનેક મહિલાઓને રોજગાર આપતા પાબીબેન મહિલા સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ છે. 'હર ઘર તિરંગા ' અભિયાન જયારે દેશભરમાં તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી યોજાનાર છે ત્યારે આ અભિયાનમાં પાબીબેન અને તેમની સાથે કામ કરતી કારીગર બહેનો પણ જોડાવવાની છે. તેમણે દેશ અને કચ્છના દરેક નાગરીકોને ભારતીય ગૌરવસમા તિરંગાને માનભેર હર ઘરે લહેરાવવા અપીલ કરી હતી.àª
"હરી-જરી" રબારી ભરતની વિવિધ વસ્તુઓ બનાવતા કુટીર ઉદ્યોગ થકી અનેક મહિલાઓને રોજગાર આપતા પાબીબેન મહિલા સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ છે. "હર ઘર તિરંગા " અભિયાન જયારે દેશભરમાં તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી યોજાનાર છે ત્યારે આ અભિયાનમાં પાબીબેન અને તેમની સાથે કામ કરતી કારીગર બહેનો પણ જોડાવવાની છે. તેમણે દેશ અને કચ્છના દરેક નાગરીકોને ભારતીય ગૌરવસમા તિરંગાને માનભેર હર ઘરે લહેરાવવા અપીલ કરી હતી.
અનેક સંઘર્ષ વેઠીને આજે રબારી ભરતકામની અનેક ચીજ વસ્તુઓ બનાવતી કંપની સ્થાપનાર કચ્છના અંજાર તાલુકાના ભાદ્રોઇ ગામના વિશ્વવિખ્યાત કારીગર પાબીબેન રબારી દેશ- દુનીયામાં એક જાણીતું નામ છે. પાબીબેગથી પોતાની ઓળખ સ્થાપીને આજે તેઓ અનેક મહિલા કારીગરોને રોજગાર આપવાનું કામ કરી રહ્યા છે. શિક્ષણના અભાવ વચ્ચે તેમણે પોતાની કલા-કુનેહના જોરે દેશ-દુનીયામાં ભારતીય કળા-કારીગરીનો ડંકો વગાડ્યો છે.
ધો.૪ સુધીનો અભ્યાસ કરનારા પાબીબેન નાનપણથી પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા હતા. ત્યારથી જ તેમના સંઘર્ષની કહાની શરૂ થઇ હતી. લોકોના ઘરોમાં કામ કરવાથી લઇને અનેક નાના મોટા કામ કરીને પાબીબેને અંતે "હરી-જરી" પારંપરિક રબારી કલાના માધ્યમથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. જેને ખુબ નામના મળતા દેશ- વિદેશમાં તેમને ઓળખ મળી. આજદીન સુધી તેઓ દેશ - વિદેશમાં અનેક સેમીનાર અને પ્રદર્શન મેળામાં ભાગ લઇને ભારતીય કળાને ઓળખ અપાવી ચુક્યા છે. તેઓ હાલ પોતાની અલાયદી વેબસાઇટ ચલાવે છે, જયાં વ્યક્તિગત વપરાશ અને ઘર વપરાશની વિવિધ કલાત્મક પ્રોડ્કટનું વેંચાણ કરવામાં આવે છે. તેઓ અનેક મહિલાઓને રોજગાર આપી ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.
હાલ તેમની કંપની 300થી વધુ પ્રકારની બેગની ડિઝાઇન બનાવે છે. જેની 40થી વધુ દેશોમાં માંગ છે. કેન્દ્ર, રાજય અને સામાજીક સંસ્થાના ૨૫થી વધુ એવોર્ડથી સમ્માનિત થયેલા પાબીબેન જણાવે છે કે, અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા હું દરેક કચ્છવાસીઓ અને ભારતવાસીઓને અપીલ કરૂ છું. તિરંગો આપણું ગૌરવ છે, તેને માન-સન્માન સાથે આપણે સૌએ પોતાના ઘર, દુકાન, સંસ્થાન, શાળા,કોલેજ, ઔદ્યોગિક ગૃહ વગેરે સ્થળે અચુક લહેરાવો જોઇએ. અમે કારીગર બહેનો તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી આ અભિયાનમાં સહભાગી બની અમારા ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવશું તો સૌ લોકો આ ઉજવણીમાં જોડાય તેવી મારી અપીલ છે.
Advertisement