ગાઢ ધુમ્મસમાં ગુમ થયું દિલ્હી એરપોર્ટ વિજિબિલિટી જીરો, 200 થી વધારે ફ્લાઇટ લેટ-રદ્દ
- દિલ્હી એરપોર્ટમાં ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા
- અનેક ટ્રેન પણ લેટ ચાલી રહી હોવાનું પણ અપડેટ
- હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી ચેતવણી
IMD Weather Forecast : ગાઢ ધુમ્મસના કારણે જ્યાં રસ્તા પર ગાડી ચલાવવી પણ મુશ્કેલ પડી રહી છે. અનેક ટ્રેનો પણ રદ્દ છે. આઇએમડીએ દિલ્હીમાં વરસાદની આગાહી પણ કરી છે.
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ ધુમ્મસનો પ્રકોપ સહન કરી રહ્યું છે. ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઇટ્સ પર પણ પડ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે વિજિબિલિટી ઘટી ગઇ છે. જેના કારણે દિલ્હી અને આસપાસના શહેરોમાં માર્ગ પરિવહન પણ પ્રભાવિત થયું છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં સાત ફ્લાઇટ રદ્દ થઇ ચુકી છે. 184 ફ્લાઇટ મોડી કરી દેવામાં આવી છે. 26 ટ્રેન પણ લેટ ચાલી રહી છે.
આ પણ વાંચો : દિલ્હી વિધાનસભા ચૂંટણી ટાણે કેજરીવાલ, સિસોદિયા મુશ્કેલીમાં!
દિલ્હી એરપોર્ટ થયું પ્રભાવિત
દિલ્હી એરપોર્ટથી સવારે આશરે 07.30 વાગ્યે અંતિમ અપડેટમાં યાત્રીઓ પોતાની ફ્લાઇટ અંગે અપડેટ રહેવાની ચેતવણી આપી હતી. એરપોર્ટ તરફથી કહેવાયું કે, દિલ્હી એરપોર્ટ પર લેડિંગ અને ટેકઓફ ચાલી રહ્યા છે. CAT III માનકોનું પાલન ન કરનારી ફ્લાઇટ પ્રભાવિત થઇ શકે છે. યાત્રીઓને અપીલ છે કે તેઓ ઉડ્યનની અપડેટેડ માહિતી માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરે.
ઇન્ડિગો અને સ્પાઇસ જેટે આપી ચેતવણી
ઇન્ડિગો અને સ્પાઇસ જેટે પણ ચેતવણી આપી છે કે, વિજિબિલિટી ઓછી હોવાના તારણે ઉડ્યનો પ્રભાવિત થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે દિલ્હીમાં વરસાદ થઇ શકે છે. IMD ના અનુસાર બુધવારે સવારે 5.30 વાગ્યે દિલ્હીમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન છે કે બુધવારે દિલ્હીમાં દિવસનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
આ પણ વાંચો : Jamnagar: રંગૂન વાલા હોસ્પિટલ પાસે મકાનની છત ધરાશાયી,એકનું મોત
ગાઢ ધુમ્મસ અને વિજિબિલિટિ જીરો
ગાઢ ધુમ્મસના કારણે બુધવારે સવારે ગુરૂગ્રામ ગાજિયાબાદ અને ફરિદાબાદમાં પણ વિજિબિલિટી જીરો રહી. આઇએમડીના અનુસાર દિલ્હી, હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશના અલગ અલગ સ્થળો પર લઘુતમ તાપમાન સામાન્ય કરતા ઘણુ વધરે છે. આઇએમડીના બુલેટિનમાં કહેવાયું કે, દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાનમાં કોઇ મહત્વપુર્ણ ફેરફાર નહીં થાય. જો કે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ધીરે ધીરે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
આ પણ વાંચો : વાસી ઉતરાયણના દિવસે પણ લોકોમાં અનેરો ઉત્સાહ, અમદાવાદથી શરૂ થયેલી પ્રથા સમગ્ર ગુજરાતમાં પહોંચી