Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેલ્વે ડીઝલ ચોરી કૌભાંડમાં RPF પોલીસે કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા

બોટાદ શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન (Railway Station) ના યાર્ડમાં રહેલા એન્જિનમાંથી ડીઝલ ચોરીની ઘટના સામે આવી હતી. રેલ્વે RPF પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં GRD જવાન...
રેલ્વે ડીઝલ ચોરી કૌભાંડમાં rpf પોલીસે કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા

બોટાદ શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન (Railway Station) ના યાર્ડમાં રહેલા એન્જિનમાંથી ડીઝલ ચોરીની ઘટના સામે આવી હતી. રેલ્વે RPF પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં GRD જવાન સહિત કુલ 12 આરોપીઓને રેલ્વે આરપીએફ પોલીસ (Railway RPF Police) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને 3100 લિટરનો ડીઝલ સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. અને વધુ તપાસ રેલ્વે RPF પોલીસના PI ચલાવી રહ્યા છે.

Advertisement

RPF diesel theft scam Gujarat First

બોટાદ શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશનમાં આવેલ યાર્ડમાં એન્જિનિ આવતા હોય છે. ત્યારે તેમાંથી ડીઝલ ચોરી થયા હોવાની રેલ્વેના અધિકારી દ્વારા રેલ્વે આર.પી.એફ પોલીસને જાણ કરવામાં આવેલ હતી. રેલ્વે આર.પી.એફ પોલીસની ભાવનગર અને બોટાદની બે અલગ અલગ ટીમો બનાવેલ અને તપાસ હાથ ધરવામાં આવતા પોલીસને સફળતા મળી હતી. જેમાં આર.ડી.એસ ડીઝલ ડેપોમાં નોકરી કરતા ચાર કર્મચારીઓએ ડીઝલ ચોરી કર્યાનું સામે આવ્યું હતું. આર.પી.એફ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા પહેલા ચાર આરોપીઓને ઝડપયા હતા. જેમાં એક કર્મચારી અને ત્રણ ડીઝલ ખરીદનારને ઝડપી પાડેલ. જયારે આજે વધુ 8 આરોપીને જોબળા અને વેજળકાથી ઝડપી પાડ્યા છે.

Advertisement

Railway diesel theft

જેમાં એક જી.આર.ડી જવાનનો સમાવેશ થાય છે. જેમાં પ્રવીણ હરજી સરકડીયા રે. બોટાદ ગાયત્રી નગર, રાહુલ વિનોદ ભાઈ મકવાણા રે. ગાયત્રી નગર, ઉદય વિજય મકવાણા જી.આર.ડી જવાન રે.બોટાદ જ્યારે ડીઝલ ખરીદી કરનાર જયેશ શકરભાઈ ધરજીયા રે.વેજલકા ,અજિત વિનુ ભાઈ ધરજીયા રે વેજળકા, ભાવેશ રણછોડ ભાઈ જોબળા, નરેશ ભગવાનભાઈ શેખ જોબળા અને ચદુ ભાઈ રસિકભાઈ જોબળાને ઝડપી પાડેલ છે.પોલીસે આ આરોપીઓ પાસેથી 1700 લીટર ડીઝલ સહિત એક બોલેરો કાર,અલ્ટો કાર,બે મોટર સાઇકલ સહિતનો મુદામાલ ઝપ્ત કર્યો છે.

Advertisement

અહેવાલ - ગજેન્દ્ર ખાચર બોટાદ

આ પણ વાંચો - Surat : મહિલાઓ સ્મશાનમાં આવી પોતાના સ્વજનોને કરે છે યાદ, જાણો શું છે કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.