છત્રાલ GIDC ની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ, રૂ.79 લાખની કિંમતનો 16,000 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો
Chhatral GIDC : ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર (Commissioner of Food and Medicine Administration) ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ (Gandhinagar Team) દ્વારા બાતમીના આધારે શંકાસ્પદ પેઢી ખાતે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળશેળ થતી હોવાનું ધ્યાને આવતા શંકાસ્પદ ઘી (suspected ghee) નો રૂ.79 લાખની કિંમતનો 16,000 કિ.ગ્રા. જથ્થો જપ્ત કરાયો છે.
વધુમાં જણાવ્યા અનુસાર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા Chhatral GIDC ખાતેની મે. સ્વાગત પ્રોડક્ટ ખાતે રેડ કરતા ત્યાં ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાના આધારે પેઢીના માલિક શ્રી જીગરભાઈ પટેલની હાજરીમાં ઘીના કુલ 15 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો રૂ. 79 લાખની કિંમતનો 16,159 કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અહેવાલ - સંજય જોશી
આ પણ વાંચો - World Hearing Day ની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સ્કૂલમાં જઇ બાળકોની તપાસ કરાઇ
આ પણ વાંચો - Gujarat Council of Assocham એ સાયબર સુરક્ષા અંગે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું
આ પણ વાંચો - GSSSB-2024 : વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર, જાણો પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી