Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMC દ્વારા AMTS અને BRTS માં કરેલા ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરમાં થોડા દિવસ પહેલા AMTS અને BRTS બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જેને લઇને આજે અમદાવાદ (Ahmedabad) શહેરના કોંગ્રેસ (Congress) ના કોર્પોરેશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ શહેરના...
amc દ્વારા amts અને brts માં કરેલા ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરમાં થોડા દિવસ પહેલા AMTS અને BRTS બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. જેને લઇને આજે અમદાવાદ (Ahmedabad) શહેરના કોંગ્રેસ (Congress) ના કોર્પોરેશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ શહેરના કોંગ્રેસના કોર્પોરેટર અને નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

શહેરમાં લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો સારો ઉપયોગ કરી શકે તે માટે અને લોકોને વધુ સુવિધા મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS ના ભાડામાં વધારો કર્યો હતો. પરંતુ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં આજે AMTS હાઉસ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો સાથે મળીને વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા નેતાઓ અને કાર્યકરો દ્વારા સૂત્રોરચાર કરીને સાથે બેનરો પણ લઈને આવ્યા હતા.

Advertisement

AMC ના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને ગુજરાત 1st સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ કોઈ ફાયદા માટે ના હોય એ લોકોના ફાયદા માટે ઉપયોગ કરવામાં આવે. અત્યારે આ ભાડા વધારો આગામી 1 તારીખ સુધીમાં પાછા નહિ લેવામાં આવે તો અમે આગામી સમયમાં ઉગ્ર દેખાવો કરીશું અને જરૂર પડશે તો ગુજરાત કૉંગ્રેસ પણ મેદાને આવશે.

AMTS ના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે જણાવ્યું હતું કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભાડા વધારો કરવાથી લોકોને સગવડ વધે તે માટે કર્યો છે. જૂના ભાવ અને નવા ભાવમાં માત્ર થોડો ફેરફાર છે. અને અમે આ ભાવ વધારા પહેલા પણ કહ્યું હતું કે લોકોની સુખ અને સુવિધા માટે આ ભાડાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - ટાઈટેનિક બતાવવા માટે લઇ જતી સબમરીનનો ક્યાંય પત્તો નહીં, હવે ફક્ત ગણતરીના કલાકોનો ઓક્સિજન બચ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - પ્રદિપ કચિયા

Tags :
Advertisement

.

×