Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદેશી યુવકે લોખંડી બંદોબસ્તની પોલ ખોલી, ખાલિસ્તાન કનેકશનની તપાસ શરૂ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં રમાઈ રહેલી ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં બનેલી એક ઘટના આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાઈરલ થઈ છે. કોઈ ક્રિકેટર કે તેમનો ફેન્સ નહીં પરંતુ એક પેલેસ્ટાઈન સમર્થક તેના કેન્દ્ર સ્થાને છે. VVIP અને અનેક વિદેશી...
વિદેશી યુવકે લોખંડી બંદોબસ્તની પોલ ખોલી  ખાલિસ્તાન કનેકશનની તપાસ શરૂ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં રમાઈ રહેલી ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં બનેલી એક ઘટના આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાઈરલ થઈ છે. કોઈ ક્રિકેટર કે તેમનો ફેન્સ નહીં પરંતુ એક પેલેસ્ટાઈન સમર્થક તેના કેન્દ્ર સ્થાને છે. VVIP અને અનેક વિદેશી મહેમાનોની નજર સામે એક યુવક ચાલુ મેચે સ્ટેડીયમમાં ઘૂસી જાય છે. આ ઘટના એટલા માટે અતિ સંવેદનશીલ કહેવાય કે, લોખંડી બંદોબસ્ત વચ્ચે પેલેસ્ટાઈનના સમર્થનવાળી ટી-શર્ટ પહેરીને એક વિદેશી નાગરિક ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) સુધી પહોંચી જાય છે. વર્લ્ડ કપની શરૂઆતથી જ ખાલિસ્તાન ચળવળ (Khalistan Movement) ના સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ (Gurpatwant Singh Pannun) ની ધમકીઓ આવતી રહી છે અને અમદાવાદ પોલીસ સબ સલામતના દાવાઓ પોકારતી રહી છે.શું બની ઘટના ? : India vs Australia વચ્ચે નમો સ્ટેડીયમમાં મેચ ચાલી રહી હતી ત્યારે 14મી ઓવર વખતે એક યુવક સ્ટેડીયમની વચોવચ દોડી આવે છે. કે એલ રાહુલ (K L Rahul) અને વિરાટ કોહલીની જોડી રમતી હતી તે સમયે દોડી આવેલો યુવક અચાનક વિરાટ કોહલીને પકડી લે છે. પેલેસ્ટાઈન ફલેગવાળો માસ્ક પહેરેલો વિદેશી યુવક સ્ટેડીયમમાં કોહલી સુધી પહોંચી જતાં એક તબક્કે મેચ રોકી દેવામાં આવે છે. હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ અને સ્ટોપ બોમ્બીંગ પેલેસ્ટાઈન (Stop Bombing Palestine) તેમજ ફ્રી પેલેસ્ટાઈન (Save Palestine) લખેલી ટી-શર્ટ પહેરલા યુવકને ગ્રાઉન્ડ સ્ટાફ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) હાથમાં રહેલો ધ્વજ છીનવી લઈને સ્ટેડીયમમાંથી બહાર લઈ જાય છે.સુરક્ષા ચૂક કેમ ગંભીર ગણાય ? : ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં ભારતના PM (Narendra Modi) ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સહિતના અનેક ભારતીય-વિદેશી મહાનુભાવ ઉપસ્થિત રહેવાના હતા. વડાપ્રધાન સહિતના મહાનુભાવો હાજર રહેવાના હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થામાં જરા સરખી પણ ચૂક ચલાવી લેવામાં આવતી નથી. આજ કારણસર તેને ગંભીર ગણવામાં આવી છે. અતિ ગંભીર બાબત તો તે છે કે, એક પેલેસ્ટાઈન સમર્થક વિદેશી યુવક લોખંડી બંદોબસ્તને ભેદીને મેદાનની મધ્યમાં પહોંચી ગયો. સુરક્ષા ચૂકમાં કોને જવાબદાર ઠેરવવામાં આવશે તેની હાલ કોઈ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી, પરંતુ જવાબદાર અધિકારી-કર્મચારી સામે એકશન લેવાશે તે નક્કી છે.વિદેશી યુવકની પૂછપરછ તપાસ શરૂ : પ્રાપ્ત માહિતી અનુસાર પેલેસ્ટાઈન સમર્થક શખ્સ (Pro-Palestine Fan) ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જહોન્સન (Wayne Johnson) છે. તેના પિતા ચાઈનીઝ અને માતા ફિલિપીન્સ છે. સુરક્ષા ચૂક બાદ ઓસ્ટ્રેલિયન યુવકને ક્રાઈમ બ્રાંચ સહિતનો સ્ટાફ સ્ટેડીયમ ખાતેથી લઈ ગયો છે. વેન જહોન્સનના મોબાઈલ ફોન સહિતના ગેજેટ્સની પોલીસે તપાસ શરૂ કરી છે. આ તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Cyber Crime Branch) પણ જોડાઈ છે. વેન જહોન્સન અમદાવાદમાં ક્યાં રોકાયો હતો ? તેણે ક્રિકેટ મેચની ટિકિટ ક્યાંથી મેળવી હતી ? ભારતમાં ક્યારે પ્રવેશ કર્યો ? ભારતમાં તેના સંપર્કો કોની-કોની સાથે છે ? તે તમામ બાબતો જાણવા પોલીસે મથામણ શરૂ કરી છે.ખાલિસ્તાનીઓ સાથેના સંપર્કની પણ તપાસ : શીખ ફૉર જસ્ટિસ (SFJ) જેવા પ્રતિબંદિત સંગઠનના વડા અને ખાલિસ્તાન ચળવળ (Khalistan Movement) ના સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ ફાઈનલ મેચ પૂર્વે તેને રોકવાની ધમકી આપી હતી. ગુરપતવંત સિંહે વિશ્વ કપની કમાણી થકી ભારત ગાઝામાં મુસ્લિમો વિરૂદ્ધ કાર્યવાહીમાં નાણા આપશે. પન્નુએ 1984ના શીખ રમખાણો (Sikh Riots) અને 2002ના ગુજરાતના કોમી તોફાનો (Gujarat Riot) ની પણ વાત કરી છે. આતંકવાદી પન્નુએ ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર ભારતના વલણ વિશે પણ વાત કરી છે. ઓસ્ટ્રેલિયન યુવક વેન જહોન્સનનો સંપર્ક ખાલિસ્તાની ચળવળ સાથે છે કે નહીં તેની જાણકારી મેળવવા સેન્ટ્રલ એજન્સીઓ પણ દોડધામ મચી ગઈ છે.પોલીસ બંદોબસ્તનું બિલ મળશે ? : જ્યારે જ્યારે BCCI કે ICCઆયોજીત ક્રિકેટ મેચ ગુજરાત કે અન્ય રાજ્યોમાં યોજાય છે ત્યારે સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં રોકાયેલા કર્મચારી-અધિકારીઓની સંખ્યા આધારે બિલ આપે છે. ફાઈનલ મેચમાં થયેલી સુરક્ષા ચૂક બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં એક ચર્ચા શરૂ થઈ છે. છેલ્લાં કેટલાક વર્ષોથી કિક્રેટ મેચના બંદોબસ્તના બિલ ચૂકવણીમાં આનાકાની કે નાટક થાય છે. આ વખતે પણ બિલ ચૂકવણીમાં આયોજકો સુરક્ષા ચૂકનું નાટક રચે તેવી વાતો વહેતી થઈ છે. IPS અધિકારીઓની એક લોબીમાં તો એવી પણ ચર્ચા છે કે, મેદાનની અંદર ગોઠવવામાં આવતા પોલીસ બંદોબસ્તનું મસમોટું બિલ ચૂકવવાના બદલામાં કોમ્પ્લીમેન્ટરી ટિકિટો આપીને આયોજકો વાત પૂરી કરી દે છે.

Advertisement

આ પણ વાંચો -IND VS AUS FINAL : વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં 4 વર્ષ બાદ ફરી બનાવ્યો આ ખાસ રેકોર્ડ

Advertisement

Tags :
Advertisement

.