India vs Australia 2nd ODI : Team India એ ઓસ્ટ્રેલિયાને કચડ્યું, બન્યું ત્રણેય ફોર્મેટમાં નંબર 1...
ODI વર્લ્ડ કપ 2023 પહેલા, ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું છે. પહેલા તેણે એશિયા કપ 2023 નો ખિતાબ જીત્યો હતો. તો હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમને વનડે શ્રેણીમાં પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. એશિયા કપ અને વર્તમાન વનડે શ્રેણીમાં ભારત દ્વારા બેટિંગ અને બોલિંગમાં અવિશ્વસનીય પ્રદર્શન જોવા મળ્યું છે. એવું કહેવું ખોટું નહીં હોય કે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ ચરમસીમાએ પહોંચી ગઈ છે. જો આ શાનદાર પ્રદર્શન ચાલુ રહેશે તો ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે યોજાનાર ODI વર્લ્ડ કપ પણ પોતાના નામે કરી શકે છે.
નંબર-1 ભારતીય વનડે ટીમ વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે
ભારતીય ટીમ માટે વધુ એક સારી વાત સામે આવી છે. શ્રેણીની પ્રથમ મેચ જીતીને ટીમ ICC ODI રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે. પરંતુ શ્રેણી જીતવાની સાથે ભારતીય ટીમે તેની સ્થિતિ વધુ નિશ્ચિત કરી છે. મતલબ કે હવે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને નંબર-1 પરથી કોઈ હટાવી શકશે નહીં. હવે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં નંબર-1 વનડે ટીમ તરીકે પ્રવેશ કરશે.
2ND ODI. India Won by 99 Run(s) (D/L Method) https://t.co/OeTiga5wzy #INDvAUS @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 24, 2023
ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર-1 છે (ODI, T20, ટેસ્ટ)
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા ભારતીય ટીમના ODI રેન્કિંગમાં 115 રેટિંગ પોઈન્ટ હતા અને તે બીજા સ્થાને હતી. પરંતુ હવે શ્રેણી જીતવાની સાથે ટીમને 117 રેટિંગ પોઈન્ટ્સ મળી ગયા છે. હવે પાકિસ્તાનના 115 રેટિંગ પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ભારતીય ટીમ સામે શ્રેણી હાર્યા બાદ તેને મોટું નુકસાન થયું છે. કાંગારૂ ટીમના 110 રેટિંગ પોઈન્ટ છે. ભારત અત્યારે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ છે. ટેસ્ટ અને ટી20 રેન્કિંગમાં ભારત પહેલાથી જ ટોપ પર હતું. પુરૂષ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે જ્યારે કોઈ ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર વન પર હોય. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ઓગસ્ટ 2012માં આ સિદ્ધિ મેળવી હતી.
Shreyas Iyer is adjudged Player of the Match for his fantastic knock of 105 runs as #TeamIndia win by 99 runs (D/L) method.
Scorecard - https://t.co/XiqGsyElAr… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/Ese9RyCwxy
— BCCI (@BCCI) September 24, 2023
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી 2-0થી કબજે કરી
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી વનડે મેચ રવિવારે (24 સપ્ટેમ્બર) ઈન્દોરમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમ 99 રને જીતી હતી. પ્રથમ મેચ 5 વિકેટે જીતી હતી. હવે બીજી મેચ પણ જીતીને સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.
That's that from the 2nd ODI.
Jadeja cleans up Sean Abbott as Australia are all out for 217 runs in in 28.2 overs.#TeamIndia take an unassailable lead of 2-0.#INDvAUS pic.twitter.com/LawVWu2JI8
— BCCI (@BCCI) September 24, 2023
ભારતીય ટીમે 400 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો
આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 5 વિકેટે 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમે 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શુભમન ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ, સીન એબોટ અને એડમ ઝમ્પાએ 1-1 સફળતા મેળવી.
આ પણ વાંચો : IND vs AUS : સુર્યાના તોફાનથી યાદ આવી ગયો યુવરાજસિંહ..!