Prabhas એ કેમ કિંગ ખાન સાથે કામ કરવા માટે નામંજૂરી વ્યક્ત કરી?
- કિંગ ખાન સાથે ફિલ્મમાં કામ કરવા ઉપર નામંજૂરી વ્યક્ત કરી
- Prabhas દ્વારા આ ફિલ્મ માટે નામંજૂરી વ્યક્ત કરાવામાં આવી
- પ્રભાસે આ ઓફર ઠુકરાવીને બધાને ચોંકાવી દીધા છે
Prabhas Rejected bollywood film : Prabhas છેલ્લા ઘણા વર્ષોથી સૌથી વધુ લોકપ્રિય ભારતીય સિનેમા જગતમાં બન્યા છે. કારણ કે... Prabhas એ એક પછી એક સૌથી મોંઘી અને ધૂધાદાર ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તે ઉપરાંત Prabhas સાથે કામ કરવા માટે ભારતીય સિનેમા જગતના દરેક દિગ્ગજ દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતાઓ આતુર છે. તો Prabhas ના ખાતામાં એક પછી એક મેગા બજેટવાળી ફિલ્મો આવી રહી છે. જોકે આગામી દિવસોમાં Prabhas ની 500 કરોડની ફિલ્મ રાજા સાબ રિલીઝ થવાની છે. ફિલ્મ રાજા સાબમાંથી Prabhas નો લૂક પણ સામે આવ્યો છે.
કિંગ ખાન સાથે ફિલ્મમાં કામ કરવા ઉપર નામંજૂરી વ્યક્ત કરી
આગામી દિવસોમાં Prabhas એ ફિલ્મ ફોજી માટે તૈયારી શરૂ કરશે. તે પછી Prabhas એ સ્પિરિટ, સલાર 2 અને કલ્કિ 2 ઉપરાંત અનેક ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે તૈયાર છે. ત્યારે આ બધાની વચ્ચે એવું સામે આવ્યું છે કે, Prabhas એ કિંગ ખાન સાથે બોલીવૂડમાં ફિલ્મમાં કામ કરવા ઉપર નામંજૂરી (Prabhas Rejected bollywood film) વ્યક્ત કરી છે. જોકે Prabhas સાથે અનેક બોલીવૂડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ કામ કરવા માટે ઈચ્છુક છે. ત્યારે તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે.
આ પણ વાંચો: ચકચારી કેસના આરોપી અભિનેતાને 6 સપ્તાહ માટે જામીન મળ્યા
The KING…as usual on a RECORD BREAKING SPREE 😎🤙🏻https://t.co/S29PLlO7nh#Prabhas #TheRajaSaab pic.twitter.com/48XiwZcWFO
— The RajaSaab (@rajasaabmovie) October 24, 2024
Prabhas દ્વારા આ ફિલ્મ માટે નામંજૂરી વ્યક્ત કરાવામાં આવી
જેમાં જાણવા મળ્યું છે કે, સિદ્ધાર્થ આનંદની એક મલ્ટી સ્ટારર ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. તો આ ફિલ્મમાં તેઓ Prabhas અને શાહરુખ ખાનને કાસ્ટ કરવા માટે ઈચ્છુક હતા. પરંતુ Prabhas દ્વારા આ ફિલ્મ માટે નામંજૂરી વ્યક્ત કરાવામાં આવી છે. જોકે સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે Prabhas ને લિડ રોલમાં કાસ્ટ કરવાની ફિલ્મ નિર્માતાઓએ ઈચ્છા જાહેર કરી હતી. જોકે આ ફિલ્મની પાઠળ Mythri ના ફિલ્મ નિર્માતાઓ હતા. પરંતુ અનેક સમસ્યાઓના કારણે Mythri ફિલ્મ પ્રોડક્શન હેઠળ Prabhas અને શાહરુખ ખાનને એક ફિલ્મ માટે તૈયાર કરવા માગતા હતા.
પ્રભાસે આ ઓફર ઠુકરાવીને બધાને ચોંકાવી દીધા છે
Prabhas એ ના કહ્યા ઉપરાંત આ ફિલ્મમમાં શાહરુખ ખાનો લિડ રોલ માટે સંભાવના છે કે કંન્ફર્મ હશે. જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ આનંદે બીજા મુખ્ય રોલ માટે પ્રભાસનો સંપર્ક કર્યો હતો. પરંતુ પ્રભાસે આ ઓફર ઠુકરાવીને બધાને ચોંકાવી દીધા છે. પ્રભાસ કહે છે કે તે મલ્ટી સ્ટારર પ્રોજેક્ટ માટે તૈયાર નથી, તે સોલો લીડ રોલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પરંતુ તેમને સિદ્ધાર્થ આનંદ સાથે સોલો પ્રોજેક્ટ કરવામાં રસ છે. હવે જોવાનું એ રહે છે કે આ બોલિવૂડ ફિલ્મ માટે ક્યારે વાટાઘાટો થાય છે.
આ પણ વાંચો: Bollywood : કેટલાંક ગીતનો કેફ એકવાર ચડી જાય પછી ઊતરવો અઘરું બની જાય