Shah Rukh Khan : કિંગ ખાનના ફેન્સ માટે મોટા સમાચાર, તબિયતને લઈ અભિનેતાના મેનેજરે આપી માહિતી
બોલિવૂડ કિંગ ખાન અને અભિનેતા શાહરૂખ ખાનની (Shah Rukh Khan) તબિયતને લઈ મોટા અપડેટ આવ્યા છે. શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો થતાં તેમણે કેડી હોસ્પિટલમાંથી (KD Hospital) ડિસ્ચાર્જ કરાયા છે. તેમના મેનેજર પૂજા દદલાનીએ (Pooja Dadlani) ટ્વીટ કરી આ માહિતી આપી છે. કિંગ ખાનને એમ્બ્યુલન્સમાં અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવ્યા છે અને ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદથી મુંબઈ લઈ જવાશે. જો કે, મુંબઈ પહોંચ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.
શાહરૂખ ખાનને થઈ હિટ સ્ટ્રોકની અસર
મંગળવારે IPL ની Qualifier 1 મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. આ મેચને જોવા માટે શાહરૂખ ખાન પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા. જો કે, અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતી હોવાથી મેચ બાદ કિંગ ખાનની તબિયત અચાનક બગડી હતી. માહિતી મુજબ, શાહરૂખ ખાનને હિટ સ્ટ્રોકની (hit stroke) અસર થઈ હતી. આથી તેમણે શહેરની જાણીતી કે.ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન સાથે પત્ની ગૌરી ખાન (Gauri Khan) પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ આજે અભિનેતાના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
To all of Mr Khan’s fans and well wishers - he is doing well. Thank you for your love, prayers and concern 🙏
— Pooja Dadlani (@pooja_dadlani) May 23, 2024
કિંગ ખાનને ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ જશે
અભિનેતા શાહરૂખ ખાનના મેનેજર પૂજા દદલાનીએ (Pooja Dadlani) ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો થયો છે. હવે તેમણે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં અમદાવાદ એરપોર્ટ લઈ જવાયા છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેઓ મુંબઈ જશે. અહેવાલ છે કે, મુંબઈ પહોંચ્યા બાદ પણ શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાય તેવી શક્યતા છે. જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની (Shah Rukh Khan) તબિયત લથડતા ગઈકાલથી તેઓ સતત એક્સપર્ટ ડોક્ટર્સ દેખરેખ હેઠળ હતા.
આ પણ વાંચો - તબિયત ખરાબ હોવા છતાં Shah Rukh Khan એ શું કર્યું..?
આ પણ વાંચો - SRK ની હેલ્થ વિશે જુહી ચાલવાએ આપી આ મોટી અપડેટ, જાણો શું કહ્યું..
આ પણ વાંચો - Shah Rukh Khan : કિંગ ખાન અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે કારણ ?