આજદીન સુધી કોઈ ભારતીય ફિલ્મમાં નથી થયું, તે Prabhas ની ફિલ્મમાં થશે
- ફિલ્મ The Raja Saab માટે ભવ્ય સેટ બનાવાયો
- ફિલ્મ સેટને આજીજનગરમાં 40 હજાર એકરમાં તૈયાર કરાયો
- ફિલ્મ સેટનો એકપણ ફોટો આજદીન સુધી સામે આવ્યો નથી
Prabhas Film The Raja Saab : Prabhas ની દરેક ફિલ્મો તેના ભવ્ય સેટ, કરોડોનું રોકાણ અને એક અનોખી થીમ સાથે દરેક વખતે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર થાય છે. Prabhas એ એકમાત્ર કલાકાર છે, જેની વર્ષ 2015 બાદ તમામ ફિલ્મોનું બજેટ 500 કરોડની ઉપર રહ્યું હોય. તે ઉપરાંત આ વર્ષે પણ Prabhas એ બે હિટ ફિલ્મ આપી હતી. તેમાંથી એક ફિલ્મે તો દરેક ફિલ્મોના કમાણીના મામલે રેકોર્ડ બ્રેક કર્યા હતા. ત્યારે વધુ એક ફિલ્મ સાથે Prabhas આવી રહ્યા છે. જોકે આ ફિલ્મ એક હોરર કોમેડિ ફલ્મિ હશે.
ફિલ્મ The Raja Saab માટે ભવ્ય સેટ બનાવાયો
Prabhas ની આગામી ફિલ્મ The Raja Saab ને 10 એપ્રિલ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. The Raja Saab ની શૂટિંગ ચાલી રહી છે. ત્યારે આ Prabhas ના જન્મદિવસ ઉપર તેની ફિલ્મ The Raja Saab ને લઈ ખાસ માહિતી સામે આવી છે. તે ઉપરાંત ફિલ્મ The Raja Saab માંથી પ્રભાસનો વધુ એક લૂત રિલીઝ કરવામાં આવ્યો છે. તેની સાથે ફિલ્મ The Raja Saab અંગે જે માહિતી સામે આવી છે. તે ખુબ જ ચોંકાવનારી છે. ફિલ્મ The Raja Saab માટે ફિલ્મ નિર્માતાઓએ એક ખાસ સેટ તૈયાર કર્યો છે.
આ પણ વાંચો: Prabhas ની રૂ. 400 કરોડમાં બની રહેલી ફિલ્મમાં આ દિગ્ગજ અભિનેતા પણ હશે
Royal by blood……
Rebel by choice….
Claiming what was always his! 🔥🔥Motion Poster out now.https://t.co/v1dhha0Wxa#HappyBirthdayPrabhas ❤️#Prabhas #TheRajaSaab pic.twitter.com/cZyLxeRNez
— The RajaSaab (@rajasaabmovie) October 23, 2024
ફિલ્મ સેટને આજીજનગરમાં 40 હજાર એકરમાં તૈયાર કરાયો
ફિલ્મ The Raja Saab ને માટે જે સેટ બનાવવામાં આવ્યો છે, તે આશરે 40 હજાર એકરમાં ફેલાયેલા છે. જોકે ભારતીય સિનેમા જગતમાં બનાવવામાં આવેલા આ ફિલ્મ સેટ અત્યા સુધીનો સૌથી મોટો ફિલ્મ સેટ માનવામાં આવ્યો છે. તે ઉપરાંત આ ફિલ્મ સેટનું ઈંટિરિયર પણ ખુબ જ અદભૂત છે. ત્યારે The Raja Saab માટે આ ફિલ્મ સેટ આર્ટ ડાયરેક્ટર રાજીવન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત The Raja Saab માટે સેટ તૈયાર કરવામાં પણ ઘણા મહિનાઓ સમય લાગ્યો હતો. જોકે The Raja Saab માટે ફિલ્મ સેટ અજીજનગરમાં બનાવવામાં આવ્યો છે.
ફિલ્મ સેટનો એકપણ ફોટો આજદીન સુધી સામે આવ્યો નથી
The Raja Saab ના ફિલ્મ સેટમાં 24 કલાકની કડક સુરક્ષા વચ્ચે 100 થી વધુ લોકોએ મળીને તૈયાર કર્યો હતો. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિને ફિલ્મ સેટ ઉપર આવવાની કડક ના પાડવામાં આવી હતી. જોકે The Raja Saab માટે જે કોઈપણ ખાસ વસ્તુઓની જરૂર હતી. તેને પ્રભાસની અંગત ટીમ દ્વારા સુવિધા કરી આપવામાં આવી હતી. આ પ્રકારના ભવ્યાશાળી ફિલ્મ સેટ, ચાંપતો બંદોબસ્ત, અસંખ્ય સુરક્ષા અધિકારીઓ અને ખાસ ટીમને કારણે આ ફિલ્મ સેટ ઉપરથી આજદીન સુધી એકપણ ફોટો ફિલ્મ સેટ ઉપરથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો નથી.
આ પણ વાંચો: આ તો કેવી બહેન! 24 વર્ષે 54 વર્ષના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરીને...