Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NEET UG 2024 પરિણામ મુદ્દે NTAની સ્પષ્ટતા,કહી આ વાત

NEET UG 2024 : પરીક્ષાના પેપર લીક(Paper Leak)નો વિવાદ વધુ ઘેરો બન્યો છે. તે જોતા ભારત સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કરવાની જાહેરાત કરી. આ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી. તો જાણો આ મામલે સરકારનું શું કહેવું છે? પરીક્ષામાં કૌભાંડને લઈને...
neet ug 2024 પરિણામ મુદ્દે ntaની સ્પષ્ટતા કહી આ વાત
Advertisement

NEET UG 2024 : પરીક્ષાના પેપર લીક(Paper Leak)નો વિવાદ વધુ ઘેરો બન્યો છે. તે જોતા ભારત સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કરવાની જાહેરાત કરી. આ માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી. તો જાણો આ મામલે સરકારનું શું કહેવું છે? પરીક્ષામાં કૌભાંડને લઈને NTA એ ખાસ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ નથી. આ સિવાય પેપર લીક થવાનો પણ એજન્સીએ ઈન્કાર કર્યો છે. કેટલાક કેન્દ્રો પર ભૂલો થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે જેને લઈને એનટીએએ કોઈ સ્પષ્ટતા કરી નથી. 1600 બાળકો અને 6 કેન્દ્રોનો વિવાદ હજુ પણ વકરી રહ્યો છે. એનટીએએ પોતાના બચાવમાં કહ્યું છે કે ગ્રેસ માર્ક આપવાથી પરિણામમાં કોઈ ફરક નહીં પડે

Advertisement

આ મામલો માત્ર 6 કેન્દ્રો અને 1600 બાળકોનો છે.

NTA ના ડીજી સુબોધ કુમાર સિંહે કહ્યું, કે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે સમયનું નુકસાન થયું હતું, જેના પછી તેમની સંખ્યા વધારી દેવામાં આવી હતી. મીડિયામાં સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે 719-718 કેવી રીતે આવ્યા, અમે આ બધું તપાસ્યું છે.સમગ્ર દેશમાં થયું નથી અને માત્ર 1600 બાળકો અસરગ્રસ્ત થયા છે તે જાણવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે માત્ર 6 કેન્દ્રો અને 1600 બાળકો.

Advertisement

મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં આપી સ્પષ્ટતા

નીટની પરીક્ષામાં 24 લાખમાંથી 1563 બાળકોએ ગ્રેસ માર્ક્સ મેળવ્યા છે. આખા દેશમાં પરીક્ષામાં કોઈ ગરબડ થઈ નથી. સવાઈ માધોપુરમાં પેપર લઈને બાળકો બહાર આવ્યા પણ અમે એ દિવસે બીજા પેપર સાથે પરીક્ષા લીધી. પરીક્ષા પારદર્શી રહી હતી. અમે બાળકોને જણાવવા ઈચ્છીએ છીએ કે પરીક્ષામાં કોઈ ગરબડ થઈ નથી.

શું NEETની પરીક્ષા ફરી લેવાશે?

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે NEET 2024ની પરીક્ષા ફરીથી લેવામાં આવશે કે નહીં? તેના જવાબમાં શિક્ષણ સચિવે કહ્યું કે કમિટી તપાસ કરી રહી છે, ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે. પરંતુ જે પણ નિર્ણય લેવામાં આવશે, કોઈપણ વિદ્યાર્થીને કોઈ નુકસાન થવા દેવામાં આવશે નહીં. જો કે, પ્રેસ કોન્ફરન્સમાંથી એ પણ સંકેત આપવામાં આવ્યો છે કે જો NEETની પરીક્ષા થશે તો પણ તે તમામ કેન્દ્રો પર લેવામાં આવશે નહીં. આનું આયોજન માત્ર 6 કેન્દ્રો માટે કરવામાં આવશે.

NEET પેપર લીક થયું નથી

કેન્દ્ર સરકારે પણ NEET 2024 પેપર લીક પર પ્રતિક્રિયા આપી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉચ્ચ શિક્ષણ સચિવે જણાવ્યું હતું કે માત્ર સવાઈ માધોપુરમાં જ કેન્દ્રમાંથી વિદ્યાર્થીઓ પેપર લઈને બહાર નીકળ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તે જ સમયે ત્યાં પરીક્ષા અટકાવી દેવામાં આવી હતી અને નવા NEET પ્રશ્નપત્ર સાથે ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. માત્ર 6 કેન્દ્રો પર જ સમસ્યા આવી છે. બાકી બધે NEET પરીક્ષા કોઈપણ ભૂલ વગર પૂર્ણ થઈ હતી. પેપર લીક જેવી કોઈ ઘટના બની નથી.

શું NEET 2024 રદ થશે?

શિક્ષણ સચિવે કહ્યું છે કે 'સમયના નુકશાનના માપદંડના આધારે વળતર માર્કસ આપવામાં આવ્યા છે. કમિટી આ બાબતે તપાસ કરશે અને તેના આધારે નિર્ણય લેવામાં આવશે. પરંતુ મામલો માત્ર 6 કેન્દ્રો અને 1600 બાળકોનો છે. જે પણ નિર્ણય લેવામાં આવશે, તે તેમના માટે જ લેવામાં આવશે. અન્ય પર કોઈ અસર નહીં થાય.

અઠવાડિયામાં રિપોર્ટ આવશે

પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે 'પૂર્વ UPSC અધ્યક્ષ અને અન્ય શિક્ષણવિદોની બનેલી એક સમિતિની રચના કરવામાં આવી છે, જે NEET મુદ્દે તપાસ કરશે. કમિટી એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

આ પણ  પણ  વાંચો - NEET માં થયો Scam? પેપર લીક બાદ લાગ્યો આ સૌથી ગંભીર આરોપ, NTA આપ્યું સ્પષ્ટીકરણ

આ પણ  પણ  વાંચો - CWC : “રાહુલ ગાંધી, તમે જ નરેન્દ્ર મોદીને…..!”

આ પણ  પણ  વાંચો - Modi Cabinet 3.0 : ગુજરાતમાંથી આ ચહેરાઓને મળશે મોટી જવાબદારી, સાથી દળોમાંથી આ નેતાઓની થશે Entry

Tags :
Advertisement

Trending News

.

×