MAHEMDAVAD : સોનાવાલા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી
MAHEMDAVAD : અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં સોનાવાલા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો આંતરાષ્ટ્રીય યોગ દિવસ (International Day of Yoga) ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિંહ બારીયા તથા તાલુકા ના અધિકારીઓ સહિત અંદાજિત 1000 જેટલા લોકોએ જોડાઈને યોગાભ્યાસ કર્યા હતા. યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌએ 45 મિનટ સુધી તાડાસન, અર્ધચક્રાસન સહિત વિવિધ આસનો, પ્રાણાયમ અને ધ્યાન કરી નિરામય જીવનની દિશામાં આગળ વધવા કટિબદ્ધ થયા હતા. તાલુકા કક્ષાની યોગ દિવસ ઉજવણી ના કાર્યક્રમ અંતર્ગત શ્રીનગરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના સફળ પ્રયત્નને બિરદાવ્યો
સ્વયં અને સમાજ માટે યોગ થીમ અંતર્ગત યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ એ 10માં આંતરાષ્ટ્રીય યોગ પરંપરા ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત છે. નિરંતર યોગાભ્યાસ દ્વારા તન, મનની તંદુરસ્તી સાથે સમાજ-ઉત્કર્ષની દિશામાં આગળ વધવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. સાથે જ, યોગ પરંપરાને આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અને ગૌરવ અપાવવાના વડાપ્રધાનના સફળ પ્રયત્નને તેમણે બિરદાવ્યો હતો. ત્યારે સરકારના જનઆરોગ્યની સુખાકારીના ઉત્તમ પ્રયાસમાં તમામને ઉત્સાહપુર્વક સહભાગી થવા અર્જુનસિંહ ચૌહાણએ અપીલ કરી હતી.
આચાર્ય, શિક્ષકો અને વિધાર્થીઓ એ ભાગ લીધો
આ કાર્યક્રમમાં મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિંહ બારીયા તાલુકા વિકાસ અધિકારી પીએ પરમાર નગરપાલિકા ના ચીફ ઓફિસર સાથે પોલીસ જવાનો શાળા ના આચાર્ય ,શિક્ષકો અને વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.
અહેવાલ - કૃષ્ણા રાઠોડ, મહેમદાવાદ
આ પણ વાંચો -- GONDAL : સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાઈ