Korean Air Boeing 737: કોરિયન વિમાન અચાનક હવામાંથી જમીન પર બંદૂકની ગોળીની ઝડપે નીચે આવ્યું, જુઓ વિડીયો
Korean Air Boeing 737: દક્ષિણ કોરિયાના Incheon International Airport પર કોરિયન એયરના એક Flight ને તાત્કાલિક ધોરણે Landing કરાવવામાં આવી હતી. તે ઉપરાંત આ પાઈલોટે તાત્કાલિક ધોરણે Landing કરી ત્યારે અનેક લોકોને શ્વાસ લેવામાં અને સાંભળવામાં મશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ સંપૂર્ણ ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે Korean Flight KE 189 ને તાત્કાલિક ધોરણે જમીનથી 30,000 ની ઊંચાઈ પરથી 9,000 ફૂટ પર લાવવામાં આવી હતી.
Flight ઝડપથી જમીન તરફ આવી રહી હતી
બાળકોના રડવાના અવાજથી સંપૂર્ણ Flight ગુંજી ઉઠી
તે ઉપરાંત એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું
તો Korean Flight KE 189 એ તાઈવાન તરફ જઈ રહ્યું હતું. ત્યારે જ એક Flight માં એક આંતરિક દબાણને નિયંત્રિત કરતા સંસાધનોમાં ખામી સર્જાઈ હતી. ત્યારે Flight ઝડપથી જમીન તરફ આવી રહી હતી. તેના કારણે Flight માં કટોકટીની સૂચના જાહેર કરવામાં આવી હતી. તો Flight ઝડપથી જમીન તરફ આવી રહી હતી, તેના કારણે તેને Flight માં હાજર મુસાફરોના નાકમાંથી એકસાથે લોહી નીકળાવા લાગ્યું હતું. તો Flight નું તાત્કાલિક Landing કરાવવાથી યાત્રીઓના કાનના પડદામાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હોય તેવું સામે આવ્યું છે.
બાળકોના રડવાના અવાજથી સંપૂર્ણ Flight ગુંજી ઉઠ્યું
Visuals of the cabin of the Korean Air Boeing 737 MAX 8 aircraft (HL8352), that departed Incheon and was heading to Taiwan, but returned back to Seoul (ICN)/ Runway 16R owing to pressurization issues.#aircraft #airlines #safety https://t.co/sZgLb3dni2 pic.twitter.com/bIwMkPY2hL
— FL360aero (@fl360aero) June 24, 2024
તો ઘટનાને લઈ હાલમાં 13 જેટલા મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે Flight માં કુલ 125 મુસાફરો હાજર હતાં. તો આ ઘટનાને લઈ અનેક યાત્રીઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા અનુસાર Flight માં બાળકો આ પ્રકારની ઘટનાથી ભયમાં મૂકાયા હતાં. અને બાળકોના રડવાના અવાજથી સંપૂર્ણ Flight ગુંજી ઉઠી હતી. તો આ Korean Flight KE 189 ના તમામ યાત્રીઓને 19 કલાક બાદ અન્ય Flight માં તાઈવાન પહોંચાડવામાં આવ્યા હતાં.
તે ઉપરાંત એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું
જોકે આ પહેલા પણ સિંગાપુર એયરલાયન્સની ફ્લાઈટમાં 21 મેના રોજ એર ડર્બ્યુલન્સમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે Flight નું તાત્કાલિક ધોરણે Landing કરાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ Flight નું તાત્કાલિક ધોરણે Landing કરાવવાને કારણે અનેક યાત્રીઓ ગંભીરે રીતે ઘાયલ થયા હતાં. તે ઉપરાંત એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું.
આ પણ વાંચો: AMERICA માં વધુ એક ભારતીયની સરેઆમ હત્યા, VIDEO થયો વાયરલ