South Korea : સરમુખત્યાર કિમ જોંગ ઉનની મોટી કાર્યવાહી! દક્ષિણ કોરિયા પર દાગ્યા 200 થી વધુ તોપ ગોળા
દક્ષિણ કોરિયામાં (South Korea) શુક્રવારની સવાર હચમચાવે એવી રહી છે. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે, ઉત્તર કોરિયાએ (North Korea) તેમના પર તોપમારો કર્યો છે. દક્ષિણ કોરિયા પર સતત 200થી વધુ કોસ્ટલ આર્ટિલરી શેલ ફાયર કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે દક્ષિણ કોરિયાના બે ટાપુઓના રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
દક્ષિણ કોરિયાએ (South Korea) તેના નિવેદનમાં કહ્યું કે, આ તોપમારામાં અત્યાર સુધી કોઈ મોટા નુકસાનની માહિતી નથી. આ તોપમારો ઉત્તરી સીમા રેખા (NLL) ના ઉત્તરમાં આ કરવામાં આવ્યો હતો, જે બે કોરિયા વચ્ચેની દરિયાઈ સરહદ છે. માહિતી અનુસાર, આ ઘટનાને પગલે દક્ષિણ કોરિયન ટાપુઓના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. યોનપ્યોંગ ટાપુના એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કોરિયાની સૈન્યની વિનંતી પર સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ તેમની વિવાદિત દરિયાઈ સરહદ પર તોપમારાનો અભ્યાસ હાથ ધર્યો છે.
અગાઉ પણ ગોળીબારની બની હતી ઘટના
જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2010માં ઉત્તર કોરિયા દ્વારા યોનપ્યોંગ ટાપુ (Yeonpyeong Island) પર સતત ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે નાગરિકો સહિત કુલ 4 લોકોના મોત થયા હતા. આ ઘટના વર્ષ 1953માં કોરિયાઇ યુદ્ધ સમાપ્ત થયા પછીની પાડોસી દેશ પર હુમલો કરવાની સૌથી મોટી ઘટનાઓમાંની એક હતી. તે સમયે ઉત્તર કોરિયાએ (South Korea) એવું નિવેદન આપ્યું હતું કે, તેની ઉશ્કેરણી કરવામાં આવી હતી. આથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Somalia : ‘MV લીલા નૉરફૉક’ જહાજ હાઇજેક, ક્રૂ મેમ્બરમાં 15 ભારતીય પણ સામેલ, એક્શનમાં ઇન્ડિયન નેવી