Oscar 2025 માં પહોંચી કિરણ રાવની Laapataa Ladies, શું હવે આમિરનું સપનું થશે પૂરું?
- ઓસ્કાર 2025માં Laapataa Ladies નું આગમન
- એનિમલ અને કલ્કી પણ રેસમાં
Laapataa Ladies in Oscar 2025 : ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે. કિરણ રાવની 'Laapataa Ladies'ને ઓસ્કાર એવોર્ડ્સ 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. કિરણ રાવ દ્વારા નિર્દેશિત 'Laapataa Ladies' 97માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. ઓસ્કારમાં જવા માટે 'Laapataa Ladies' ની સ્પર્ધા બોલિવૂડની હિટ ફિલ્મ 'એનિમલ', મલયાલમની નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'અટ્ટમ' અને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મેળવી ચુકેલી 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' સાથે હતી.
શું આમિરનું સપનું થશે પૂરું?
આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ Laapataa Ladies માં સ્પર્શ શ્રીવાસ્તવ, પ્રતિભા રાંતા અને નિતાંશી ગોયલ મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મમાં રવિ કિશન અને છાયા કદમે મહત્વની ભૂમિકા ભજવી છે. એક અહેવાલ મુજબ, ફિલ્મે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 27.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. નિર્દેશક હોવા ઉપરાંત કિરણ રાવ તેના પૂર્વ પતિ આમિર ખાન સાથે આ ફિલ્મના નિર્માતા પણ છે. આ ફિલ્મને 29 ફિલ્મોની યાદીમાંથી પસંદ કરવામાં આવી હતી, જેમાં બોલિવૂડની હિટ એનિમલ, મલયાલમ નેશનલ એવોર્ડ વિજેતા અટ્ટમ અને કાન્સની વિજેતા 'ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ'નો પણ સમાવેશ થાય છે. નિર્દેશક હોવા ઉપરાંત કિરણ રાવ તેના પૂર્વ પતિ આમિર ખાન સાથે આ ફિલ્મના નિર્માતા પણ છે. ગયા અઠવાડિયે કિરણ રાવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનું સપનું છે કે તેની ફિલ્મ ઓસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવે. તેણે કહ્યું હતું કે, જો તે ઓસ્કારમાં જશે તો મારું સપનું પૂરું થશે. પરંતુ તે એક પ્રક્રિયા છે અને મને આશા છે કે અમારી ફિલ્મ 'Laapataa Ladies'ના નામ પર વિચાર કરવામાં આવશે. મને ખાતરી છે કે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા ઓસ્કાર 2025 માટે શ્રેષ્ઠ ફિલ્મ પસંદ કરાશે, પછી ભલે તેઓ કોઈ પણ યોજના અંતર્ગત પસંદ કરે."
Kiran Rao's 'Laapataa Ladies' is India's official entry for the 97th Oscars
Read @ANI story | https://t.co/8Qu636D8uK#oscars #kiranrao #laapataaladies pic.twitter.com/9Nirqt8zno
— ANI Digital (@ani_digital) September 23, 2024
આ ફિલ્મો ઓસ્કારની રેસમાંથી બહાર થઈ
ઓસ્કારની રેસમાં સામેલ ફિલ્મોમાં તમિલ ફિલ્મ 'મહારાજા', તેલુગુ ફિલ્મ 'કલ્કી 2898 એડી' અને 'હનુ-માન' તેમજ હિન્દી ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' અને 'આર્ટિકલ 370'નો સમાવેશ થયો હતો.
ઓસ્કાર 2025 સમયરેખા
17મી જાન્યુઆરી, 2025 (શુક્રવાર)ના રોજ 97મા ઓસ્કાર માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે. ઓસ્કાર 2025ના વિજેતાઓના નામની જાહેરાત રવિવાર, 2 માર્ચ, 2025ના રોજ કરવામાં આવશે. ઓસ્કર 2025 શો સાંજે 7 વાગ્યે (EST) થી શરૂ થશે. ABC એવોર્ડ શોનું જીવંત પ્રસારણ કરશે. ભારત વિશે વાત કરીએ તો, તમે તેને 3 માર્ચે સવારે 4 થી 4:30 વચ્ચે લાઈવ જોઈ શકશો.
આ પણ વાંચો: હોરર-કોમેડી ફિલ્મ 'Stree 2' એ શાહરુખ-સલમાનની ફિલ્મોને પણ પછાડી!