Ravi kishan: ગોરખપુરમાં ચા બનાવતા નજરે ચડ્યા રવિ કિશન, સોશિયલ મીડિયામાં Video Viral
Ravi kishan: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. પહેલા ચરણમાં મતદાન થવાને અત્યારે ગણ્યા દિવસો બાકી રહ્યાં છે. નોંધનીય છે કે, તેને લઈને અત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવા માટે ઉતરી ગયાં છે. તેવામાં વાત કરવામાં આવે તો ગોરખપુર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર રવિ કિશન (Ravi Kishan) પોતાના અલગ અંદાજમાં જોવા મળ્યાં છે. એક વીડિયો વાયરલ થયો છે જે જેમાં રવિ કિશન ચાની દુકાન પર ચા બનાવતા જોવા મળી રહ્યાં છે. તેમનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે.
રવિ કિશને પોતાના મતવિસ્તારમાં બનાવી ચા
તમને જણાવી દઈએ કે, બીજેપીએ અત્યારે રવિ કિશન પર ફરી એકવાર વિશ્વાસ રાખીને ગોરખપુર બેઠક પરથી ટિકિટ આપી છે. નોંધનીય છે કે, રવિ કિશન પોતાના મતવિસ્તારમાં અલગ જ અંદાજમાં પ્રચાર કરતા જોવા મળતા હોય છે. દરમિયાન તેમના જનસંપર્ક દરમિયાન રવિ કિશન ખેરવાણિયા ચોકડી પર આવેલી ચાની દુકાને પહોંચ્યા હતા અને ત્યાં ચા બનાવવા લાગ્યા હતા. ચા બનાવતી વખતે તેણે આદુનો ભૂકો પણ નાખવાનું શરૂ કર્યું.
#WATCH | Lok Sabha elections 2024 | BJP sitting MP and candidate from Gorakhpur, Ravi Kishan prepared tea at a shop in his constituency earlier today, as part of 'Jan Sampark Abhiyan'. pic.twitter.com/DlhdzQroEM
— ANI (@ANI) April 2, 2024
બીજેપીએ રવિ કિશન પર ગોરખપુર બેઠક પરથી ટિકિટ આપી
વીડિયોમાં જોઈ શકાય છે કે, રવિ કિશન ચા બનાવતા બનાવતા વિપક્ષ પર વાક પ્રહાર પણ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેમણે કહ્યું કે પીએમ મોદીને 'ચાયવાલા' પણ કહેવામાં આવે છે, પરંતુ વિપક્ષ નથી જાણતા કે ગરીબોનું દર્દ માત્ર ગરીબ જ સમજી શકે છે. જે વ્યક્તિ સોનાની ચમચી લઈને જન્મ્યો હોય તે ગામડાના ગરીબોની પીડા કેવી રીતે સમજશે? ઉલ્લેખનીય છે કે, રવિ કિશન આવી રીતે લોકોની વચ્ચે રહીને જ પ્રચાર કરતા જોવા મળે છે. તેથી પાર્ટીએ ફરી એકવાર તેમને આ બેઠક પરથી ટિકિટ આપી વિશ્વાસ જતાવ્યો છે.
ગોરખપુરમાં નિષાદ સમુદાયના મતદારોની સંખ્યા વધારે
નોંધનીય છે કે, રવિ કિશન સામે 'INDIA' ગઠબંધન તરફથી કાજલ નિષાદ સપાના સિમ્બોલ પર ઉમેદવાર છે. ગોરખપુરમાં નિષાદ સમુદાયના મતદારોની સારી સંખ્યા છે, જે કોઈની પણ રમત બનાવી શકે છે અથવા તોડી શકે છે. આવી સ્થિતિમાં દરેક પક્ષ નિષાદ મતદારોને કેળવવા માંગે છે.જાણવા મળે છે કે તેમની પત્ની પ્રીતિ શુક્લા, પુત્ર સક્ષમ શુક્લા અને પુત્રી રીવા શુક્લા પણ રવિ કિશનના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્રણેય મળીને રવિ કિશનની વાત લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.