Oscar 2025 ની રેસમાંથી 'Laapataa Ladies' બહાર, ભારતીય ચાહકો નિરાશ
- ઓસ્કાર 2025માં ભારતીય ચાહકોને ઝટકો
- Laapataa Ladies Oscar ની રેસમાંથી બહાર
- કિરણ રાવની ફિલ્મ ટોપ 10માં રહેવામાં નિષ્ફળ
- આમિર ખાનની ફિલ્મનું સપનુ અધૂરું
Laapataa Ladies out of Oscar 2025 : કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાન પ્રોડક્શન હેઠળ નિર્મિત ફિલ્મ 'Laapataa Ladies' 97મા ઓસ્કાર એવોર્ડ 2025 માટે ટોપ 10માં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્રી હતી, પરંતુ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા જાહેર કરાયેલી શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીની શોર્ટલિસ્ટમાં તેનો સમાવેશ થયો નથી, જે ભારતીય ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. આ ફિલ્મ આ વર્ષે 1 માર્ચે રિલીઝ થઈ હતી અને તે આમિર ખાન પ્રોડક્શન્સ, કિંડલિંગ પિક્ચર્સ અને જિયો સ્ટુડિયોઝના સહયોગમાં બનેલી છે.
Oscar 2025 માં લાપતા લેડીઝની સફર પૂર્ણ
ફિલ્મની ટીમ, જેમાં દિગ્દર્શક કિરણ રાવ અને નિર્માતા આમિર ખાન સામેલ છે, ઓસ્કાર માટેના અભિયાનમાં ખૂબ જ સક્રિય હતા. તાજેતરમાં જ લંડનમાં ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ પણ આયોજીત થયું હતું. આ ઉપરાંત, ફિલ્મનું અંગ્રેજી શીર્ષક 'Laapataa Ladies'ને 'Lost Ladies' તરીકે બદલવામાં આવ્યું, જે આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો માટે કરવામાં આવ્યું હતું. આ ફેરફાર અને પ્રચારના પ્રયાસો છતાં, ફિલ્મ ઓસ્કારની ટોચની યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ.
India's 'Laapataa Ladies' out of Oscar race, fails to make it to shortlist
Read @ANI Story | https://t.co/Slfo3YDJ7B#LaapataaLadies #Oscars2025 #India pic.twitter.com/KeFGECa14P
— ANI Digital (@ani_digital) December 17, 2024
શું છે ફિલ્મની સ્ટોરી?
'Laapataa Ladies'ની સ્ટોરી ગ્રામીણ ભારતમાં બે નવી દુલ્હનોની આસપાસ ફરે છે, જેમની ટ્રેનમાં અચાનક અદલાબદલી થઈ જાય છે. ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, રવિ કિશન, સ્પર્શ શ્રીવાસ્તવ અને છાયા કદમ જેવા કલાકારોએ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ફિલ્મનું ગીત 'સજની', 2024ના ટોચના મ્યુઝિક ટ્રેન્ડમાં સામેલ થયું છે અને Spotify India પર તેને 186 મિલિયનથી વધુ સ્ટ્રીમ મળ્યા છે.
ઓસ્કારમાં ભારતીય ફિલ્મોનું યોગદાન
અત્યાર સુધી માત્ર 3 ભારતીય ફિલ્મો ઓસ્કારના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ટોપ 5 સુધી પહોંચી છે. 1957માં 'મધર ઈન્ડિયા', 1988માં 'સલામ બોમ્બે', અને 2002માં આમિર ખાનની 'લગાન' એ આ સિદ્ધિ મેળવી હતી. 'Laapataa Ladies' સાથેની આ અપેક્ષાએ ફરી એકવાર ભારતીય ચાહકોને નિરાશ કર્યા છે.
Laapataa Ladies એ કેટલી કમાણી કરી?
Laapataa Ladies ને 1 માર્ચ 2024 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, રવિ કિશન, સ્પર્શ શ્રીવાસ્તવ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. વિવેચકો અને લોકોએ ફિલ્મને અપાર પ્રેમ આપ્યો. ગ્રામીણ ભારતમાં બનેલી આ ફિલ્મ બે દુલ્હનોની વાર્તા છે જે એક ટ્રેનમાં અદલાબદલી થાય છે. કિરણ રાવની આ ફિલ્મ અનેક સામાજિક મુદ્દાઓને સ્પર્શે છે. 5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શન 20.58 કરોડ રૂપિયા છે. જ્યારે વર્લ્ડવાઈડ ફિલ્મે 27.06 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
આ પણ વાંચો: Oscar 2025 માં પહોંચી કિરણ રાવની Laapataa Ladies, શું હવે આમિરનું સપનું થશે પૂરું?