કંગના રનૌત બની શાહરૂખની ફેન, કિંગ ખાનને ગણાવ્યા God of Cinema
શાહરૂખ ખાનની ફિલ્મ Jawan દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મની ટિકિટ લેવા માટે દેશના ઘણા સિનેમાઘરોની બહાર લાઈન લાગી છે. ફિલ્મને જોયા બાદ દર્શકોએ ફિલ્મને અવ્વલ નંબર બતાવી હતી. વળી ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ ફિલ્મના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. આ કડીમાં એક નામ કંગના રનૌતનું પણ જોડાયું છે. જીહા, તમે સાચું જ વાંચી રહ્યા છો કંગના રનૌત. પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હરહંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મને લઈને એક લાંબી પોસ્ટ શેર કરી છે.
કંગના રનૌતે કિંગ ખાનના વખાણ કર્યા
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે શાહરૂખ ખાન અને તેની ફિલ્મ જવાનના વખાણ કર્યા છે. કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 90 ના દાયકાનો લવ બોય બનીને ઘણી લોકપ્રિયતા મેળવી. ત્યારબાદ શાહરૂખ ખાને એક દાયકા સુધી ઘણો સંઘર્ષ કર્યો, હવે 50 વર્ષથી વધુ ઉંમરે તે માસ સુપરહીરો તરીકે ઉભરી આવ્યો છે. વાસ્તવિક જીવનમાં આ કોઈ સુપરહીરોની વાર્તાથી ઓછી નથી. મને તે સમય યાદ છે જ્યારે લોકોએ તેમની અવગણના કરી અને તેમની પસંદગીની મજાક ઉડાવી, પરંતુ તેમનો સંઘર્ષ એ તમામ કલાકારો માટે માસ્ટર ક્લાસ છે જેઓ લાંબી કારકિર્દીનો આનંદ માણે છે. તેઓએ શીખવું જોઈએ કે કેવી રીતે ઊભા રહેવું અને ફરી એકવાર પોતાને સ્થાપિત કરવું. સૌથી મોટી વાત એ છે કે કંગના રનૌતે શાહરૂખના વખાણ કરતા કિંગ ખાનને સિનેમાનો ભગવાન ગણાવ્યો છે.
કંગનાએ ફિલ્મનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું હતું
શાહરૂખની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં આવે તે પહેલા તેનો બહિષ્કાર કરવાનું શરૂ થઇ ગયું હતું. જેમા એક નામ કંગનાનું પણ હતું. જોકે આ ફિલ્મનો બહિષ્કાર કરવા માટે દરેક લોકો અલગ-અલગ કારણો આપી રહ્યા હતા. એટલું જ નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બોયકોટ જવાન ટ્રેન્ડ કરી રહ્યો હતો. પરંતુ, આ બધું હોવા છતાં ફિલ્મે પહેલા દિવસે 75 કરોડ રૂપિયાની સારી કમાણી કરી લીધી છે. સાથે જ આ ફિલ્મને લઈને ચાહકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કંગના રનૌતે પણ પોતાની પ્રતિક્રિયા આપતા ફિલ્મ અને શાહરૂખના વખાણ કર્યા હતા.
કગન્નાએ શાહરૂખ ખાન અને સમગ્ર ફિલ્મને અભિનંદન પાઠવ્યા હતા
જણાવી દઈએ કે 'જવાન'ની રિલીઝના પહેલા દિવસે કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી અને 'જવાન' અને શાહરૂખ ખાન તેમજ ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અભિનેત્રીએ 'જવાન'નું પોસ્ટર શેર કરતી વખતે એક લાંબી નોટ લખી છે. કંગનાએ પોસ્ટમાં લખ્યું છે કે, '90 ના દાયકાના અંતિમ લવ બોય બનવાથી લઈને પોતાની જાતને ફરીથી શોધવા માટે દાયકાના લાંબા સંઘર્ષ સુધી, ચાલીસના દાયકાના અંતથી પચાસના દાયકા સુધી અને લગભગ 60 વર્ષની ઉંમર સુધી તેના દર્શકો સાથે તેમનું જોડાણ શ્રેષ્ઠમાંથી એક તરીકે ઉભરી રહ્યું છે. આ ઉંમરે વાસ્તવિક જીવનમાં મહાન ભારતીય કલાકારો કોઈ મેગાસ્ટારથી ઓછા નથી.
આ ફિલ્મોમાં કંગના જોવા મળશે
હાલમાં જ ફિલ્મ 'ચંદ્રમુખી'માંથી કંગનાનો લુક સામે આવ્યો હતો, જે ઘણો પાવરફુલ હતો. આ સિવાય કંગના ફિલ્મ 'ઇમરજન્સી'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. કંગનાની આ ફિલ્મની ઘણી પોસ્ટ અને ટીઝર પણ આવી ચુક્યા છે.
આ પણ વાંચો - શાહરૂખની ફિલ્મ જવાનનું Google પણ થયું ફેન, સર્ચ કરો Jawan અને પછી જુઓ જાદુ
આ પણ વાંચો - શાહરૂખની ફિલ્મ Jawan ને લઇને આ શું બોલી ગયા ધર્મેન્દ્ર ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.