Jawan BOC : શાહરૂખ ખાનની 'Jawan' બીજા રવિવારે 800 કરોડને પાર, પરંતુ સની દેઓલની Gadar 2 થી રહી ગઈ પાછળ
શાહરૂખ ખાનની 'Jawan' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે તેની રિલીઝના બીજા રવિવારે જંગી કલેક્શન કર્યું અને 800 કરોડનો આંકડો પાર કર્યો. પરંતુ આટલી કમાણી કર્યા પછી પણ આ ફિલ્મ એક બાબતમાં સની દેઓલની 'ગદર 2'થી પાછળ રહી ગઈ. જાણો આ ફિલ્મે રવિવારે કેટલું કલેક્શન કર્યું અને કઈ બાબતમાં તે હજુ પણ 'ગદર 2'થી પાછળ છે.
11 મા દિવસે કલેક્શન, પણ 'ગદર 2'થી પાછળ
એક અહેવાલ મુજબ, શાહરૂખ ખાન અને નયનથારા અભિનીત આ ફિલ્મ રવિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂ. 500 કરોડની ક્લબમાં પ્રવેશી શકી નથી. રવિવારે આ ફિલ્મનું કલેક્શન 35 કરોડ હતું. આથી આ ફિલ્મે 475.78 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ એક બાબતમાં તે હજુ પણ 'ગદર 2'થી પાછળ છે. 'ગદર 2' એ બીજા રવિવારે 38.9 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે 'પઠાણ'એ 28.5 કરોડની કમાણી કરી હતી. મતલબ કે આ ફિલ્મે 'પઠાણ'નો રેકોર્ડ તોડ્યો પણ 'ગદર 2'નો નહીં
View this post on Instagram
વર્લ્ડવાઈડ કલેક્શન 800 કરોડને પાર
જ્યાં એક તરફ શાહરૂખ ખાનની 'Jawan' ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 500 કરોડના આંકથી થોડા ડગલાં દૂર છે, ત્યારે તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 800 કરોડને પાર કરી ગયું છે. આ ફિલ્મે 10 દિવસમાં 797.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને 11માં દિવસે 800 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કર્યો હતો.
View this post on Instagram
ફિલ્મ 'Jawan' નું બજેટ 300 કરોડ રૂપિયા છે. આ વાતનો ખુલાસો ફિલ્મના ડાયરેક્ટર એટલી કુમારે કર્યો હતો. એટલીએ જણાવ્યું કે 'Jawan' નું બજેટ પહેલા 30-40 કરોડ રૂપિયા હતું. પણ તે કરવા કોઈ તૈયાર નહોતું. ત્યારબાદ અમને કિંગ ખાનનો સપોર્ટ મળ્યો અને આજે અમે 300 કરોડથી વધુની કમાણીથી આગળ છીએ. ફિલ્મ 'Jawan' 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. શાહરૂખ ઉપરાંત વિજય સેતુપતિ અને નયનથારા લીડ રોલમાં છે.
આ પણ વાંચો : બોલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ, જાણો શું છે મામલો