Kagawad Khodaldham Trust: ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ PM Modi ના કર્યા વખાણ
Kagawad Khodaldham Trust: રાજકોટના કાગવડ ખોડલધામ ટ્રસ્ટના કાર્યક્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહો્ચ્યાં હતાં. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું. અયોધ્યા રામ મંદિર મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, ‘રામ મંદિરનો મુદ્દો કેટલાય વર્ષોથી વિવાદમાં રહ્યો છે. પહેલા મુઘલો આવ્યા તેમને રામ મંદિર તોડી નાખ્યું હતું અને ત્યાર બાદ અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે પણ રામ મંદિર ના બની શક્યું પરંતુ આ મંદિર સ્થાપિત કરવાનું શ્રેય આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદીને મળ્યું છે.’
હોસ્પિટલનું 15 દીકરીઓ દ્વારા ભૂમિ પૂજન કરાયું
રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે કેન્સર હોસ્પિટલનું 15 દીકરીઓ દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીઓ કહ્યું કે, ‘ઈશ્વરીય મદદ સાથે આવા ભવ્ય આયોજનો પાર પડતા હોય છે. અને આ ખોડલધામ મંદિર પટિદાર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માઈભક્તોના આધ્યાત્મિક ઊર્જાને નવી ચેતના આપી છે.’ આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘પ્રધાનમંત્રીના 10 વર્ષના કાર્યકાળમાં શહેરી વિકાસ, ગ્રામ્ય વિકાસ સહિત અનેક યોજનાઓ સફળ રહી છે અને દેશમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે.’ વધુમાં કહ્યું કે, વડાપ્રધાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે.
#WATCH | Union Health Minister Mansukh Mandaviya and Gujarat CM Bhupendra Patel lays the foundation stone of Cancer Hospital in Rajkot. pic.twitter.com/Qg5wJL7Dp8
— ANI (@ANI) January 21, 2024
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘આવાસ, આરોગ્ય, ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ સહિતના તમામ ક્ષેત્રમાં વિકાસ કરી ગુજરાત વડાપ્રધાનના દિશાનિર્દેશમાં દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.’ આ સાથે વધુમાં કહ્યું કે, ‘કાલે રામ મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થવાના છે અને આ ઐતિહાસિક ઘટનાના ભારત સહિત વિશ્વભરના લોકો સાક્ષી થવાના છે. આવતી કાલે દેશમાં વધુ એક દિપાવલીનો માહોલ થશે. કાલે દેશમાં ઘરે ઘરે દીપ પ્રગટાવવામાં આવશે અને પ્રભુ શ્રીરામનો સૌથી કોઈ લોકો આવકાર કરવાના છે.’
નરેન્દ્ર મોદીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિ કરી: મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રીએ અભિલાષા વ્યક્ત કરી કે, ‘રામના મુલ્યો, રામની સેવા, રામના સંસ્કારો, રામનું શાસન અન રામનો ન્યાય આ દેશમાં સર્વત્ર વ્યાપે અને સર્વે રામમય બનીને રહે. અને આ અભિલાષા સાકાર કરવા માટે માં ખોડલને પ્રાર્થના કરી હતી.’ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિ કરી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. પ્રભુ શ્રી રામના પુનઃ સ્થાપનના નિમિત્ત નરેન્દ્રભાઈ થવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: રામ લલ્લાના કપાળ પર ચમકે આ Surya Tilak! દર રામ નવમીએ થશે ચમત્કાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા
ઉલ્લેખનીય છે કે, 45 એકરમાં 250 કરોડના ખર્ચે 200 બેડની ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 11 કલાકે વર્ચ્યુઅલ જોડાયા હતા. આ સાથે કાગવડ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી ભાનુ બેન બાબરીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતાં.