Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર.પાટીલ પહોંચ્યા દિલ્હી, ગૃહમંત્રીશ્રી અમિત શાહના નિવાસ સ્થાને ચાલી રહી છે બેઠક

ગુજરાતમાં ચૂંટણી (Gujarat Elections) જાહેર થતા રાજકીય પાર્ટીઓ કામે લાગી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ (C.R Patil) દિલ્હી પહોંચ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલી રહી છે. 9 નવેમ્બરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા ટિકિટના વિતરણ પર વિચારણાનો અંતિમ રાઉન્ડ છે. નોંધનીય છે કે આવતીકાલે ગુજરાત ભાજપ કોર à
cm ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ પહોંચ્યા દિલ્હી  ગૃહમંત્રીશ્રી અમિત શાહના નિવાસ સ્થાને ચાલી રહી છે બેઠક

ગુજરાતમાં ચૂંટણી (Gujarat Elections) જાહેર થતા રાજકીય પાર્ટીઓ કામે લાગી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ (C.R Patil) દિલ્હી પહોંચ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલી રહી છે. 9 નવેમ્બરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા ટિકિટના વિતરણ પર વિચારણાનો અંતિમ રાઉન્ડ છે. નોંધનીય છે કે આવતીકાલે ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક મળવાની છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ગયુ છે. ત્યારે હવે દરેક રાજકીય પક્ષ તેના ઉમેદવારની પસંદગીમાં લાગી ગઇ છે. ભાજપ દ્વારા પણ હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. 9 અને 10 નવેમ્બરના રોજ દિલ્હીના ભાજપ કાર્યાલયમાં પાર્લામેન્ટરી બેઠક માટે આજે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. જેમાં ઉમેદવારોના નામ પણ અંતિમ મહોર લગાવવામાં આવશે.

Advertisement

ગુજરાતની ચૂંટણી માટે દિલ્હીમાં મંથન

આગામી 9 અને 10 નવેમ્બરના રોજ દિલ્હીના ભાજપ કાર્યાલયમાં પાર્લામેન્ટરી બેઠક મળવાની છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ બેઠકો પર ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમજ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, નિરીક્ષકો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. ત્યારે ઉમેદવારોને લઇને 75 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની માહિતી પણ મળી રહી છે. તેની સાથે જ કોઇપણના પરિવારજન કે સગાને ટિકિટ નહીં મળે તેવી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તે બોર્ડ લેતુ હોય છે. અનેક જગ્યાએ નો રિપીટ થીયરી આવે તેવુ લાગી રહ્યુ છે. તો કેટલીક સીટો પર દિગ્ગજોને રિપીટ કરવામાં આવે તેવી પણ વાત પણ સામે આવી છે.

Advertisement

ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ

ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ ગતિવિધીઓ, પક્ષાંતર, વિવિધ પક્ષોના ઉમેદવારો અને ચૂંટણી દરમિયાન થતા આરોપ પ્રત્યારોપની તમામ મહત્વની ખબરોના મહત્વના અપડેટ તમને જાણવા મળશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ તેમજ બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ તમામ બેઠકની મતગણતરી કરવામાં આવશે.

આપણ વાંચો: કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લાગ્યું ગ્રહણ, બેંગલુરુ કોર્ટે આપ્યો મોટો ઝટકો

ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.