Jharkhand Land Scam Case : મુખ્યમંત્રી હેમંત સોરેન લાપતા
Jharkhand Land Scam Case : કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઝારખંડના મુખ્યમંત્રી અને JMM ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન પર EDએ તેની પકડ મજબૂત કર્યા પછી, રાજ્યના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. જણાવી દઇએ કે, સોમવારે EDની ટીમ દિલ્હીથી રાંચી સુધી હેમંત સોરેનના ઠેકાણા પર પહોંચી હતી. પરંતુ હેમંત સોરેન મળ્યા ન હોતા. EDએ તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી એક BMW કાર અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
40 કલાકથી ગાયબ છે મુખ્યમંત્રી
ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે હેમંત સોરેન ભાગેડુ બની ગયા છે. વળી, ઝારખંડની સત્તાધારી પાર્ટી JMM નું કહેવું છે કે તેમના નેતાને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના 'ગુમ' હોવાના દાવાઓ વચ્ચે, ભારતીય જનતા પાર્ટી (BJP) અને સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો તેજ થઈ ગયા છે. ભાજપનો દાવો છે કે મુખ્યમંત્રી હેમંત સોરેન તપાસ એજન્સીથી બચવા માટે ભાગેડુ બની ગયા છે. તેમની સુરક્ષાને ખતરો ગણાવીને ભાજપે ઈનામની જાહેરાત કરી છે. ભાજપે કહ્યું છે કે, જે વ્યક્તિને શોધીને મુખ્યમંત્રીને લાવશે તેને 11 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ઝારખંડ બીજેપી અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા કટાક્ષમાં આ જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, 'ઝારખંડના લોકોને હૃદયસ્પર્શી અપીલઃ- કેન્દ્રીય એજન્સીઓના ડરને કારણે, આપણા રાજ્યના મુખ્યમંત્રી જન કલ્યાણનો ત્યાગ કર્યા પછી છેલ્લા 40 કલાકથી ગાયબ છે અને ફરી મોઢું છુપાવીને ફરાર છે.'
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કટાક્ષ કર્યો
તેમણે આગળ લખ્યું, 'આ માત્ર મુખ્યમંત્રીની અંગત સુરક્ષા માટે ખતરો નથી, પરંતુ ઝારખંડના 3.5 કરોડ લોકોની સુરક્ષા, ઈજ્જત અને માન-સન્માન પણ જોખમમાં છે. જે કોઈ પણ વિલંબ કર્યા વિના આપણા 'હોનહાર' મુખ્યમંત્રીને શોધી કાઢશે અને તેમને સલામત રીતે પાછા લાવશે, તેમને મારી તરફથી અગિયાર હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કટાક્ષ કરતા લખ્યું કે, 'આજે અમારા મુખ્યમંત્રી હેમંત સોરેન જીએ ગુમ થઈને ઝારખંડના લોકોનું સન્માન માટીમાં ભેળવી દીધું છે.' તેણે હેમંત સોરેનનું એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેના પર લખ્યું છે કે, 'પહેલીવાર મુખ્યમંત્રી ગાયબ છે.'
Jharkhand CM Hemant Soren writes to the Enforcement Directorate
The letter reads, " You are well aware that the Budget Session of the Legislative Assembly will be held between 2nd and 29th February 2024 and the undersigned will be pro-occupied with preparations for the same… pic.twitter.com/CFFduXg1os
— ANI (@ANI) January 30, 2024
હેમંત સોરેને ED ને ઈમેલ મોકલ્યો હતો
દરમિયાન, સમાચાર આવ્યા કે મુખ્યમંત્રી હેમંત સોરેન વતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને એક ઇમેઇલ મોકલવામાં આવ્યો છે. તેમાં તેમણે એજન્સી પર રાજકીય એજન્ડાથી પ્રેરિત કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, 31 જાન્યુઆરીના રોજ અથવા તે પહેલાં ફરીથી તેમનું નિવેદન નોંધવાની જીદથી ED ની ખરાબ હેતુ છલકાઇ રહ્યો છે. CM સોરેને એજન્સીના 10મા સમન્સને સંપૂર્ણપણે ખેદજનક અને કાયદા દ્વારા આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ 31 જાન્યુઆરીએ રાંચીના CM હાઉસમાં પૂછપરછ માટે હાજર રહેશે.
14 લોકોની ધરપકડ કરવામાં આવી
કેન્દ્રીય એજન્સીએ 20 જાન્યુઆરીના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુખ્યમંત્રીનું નિવેદન તેમના સત્તાવાર નિવાસસ્થાને રેકોર્ડ કર્યું હતું. મળતી માહિતી મુજબ, તે દિવસે પૂછપરછ પૂર્ણ ન થવાને કારણે નવેસરથી સમન્સ જારી કરવામાં આવ્યું હતું. એજન્સી અનુસાર, તપાસ ઝારખંડમાં "માફિયાઓ દ્વારા જમીનની માલિકીમાં ગેરકાયદેસર ફેરફારના મોટા રેકેટ" સાથે સંબંધિત છે. EDએ આ મામલામાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2011 બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર છવી રંજનનો સમાવેશ થાય છે. તેણીએ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના નિયામક અને રાંચીના ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો - UNESCO World Heritage માટે ભારતે ‘મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ’ નું નામાંકન કર્યું
આ પણ વાંચો - હિંદુ-મુસ્લિમ યુગલોને સુરક્ષા આપવાનો ઇનકાર, ‘આ લગ્ન કાનૂની નથી…’ : High Court
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ