Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jharkhand ના મુખ્યમંત્રી હેમંત સોરેન PM મોદીને મળ્યા, દિલ્હીમાં થઈ મુલાકાત...

તાજેતરમાં જ ઝારખંડ (Jharkhand) મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ફરી એકવાર ઝારખંડ (Jharkhand)ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમને જણાવી દઈએ કે ઝારખંડ (Jharkhand)માં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીનું...
jharkhand ના મુખ્યમંત્રી હેમંત સોરેન pm મોદીને મળ્યા  દિલ્હીમાં થઈ મુલાકાત

તાજેતરમાં જ ઝારખંડ (Jharkhand) મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે ફરી એકવાર ઝારખંડ (Jharkhand)ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમને જણાવી દઈએ કે ઝારખંડ (Jharkhand)માં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન શક્ય છે. હવે આ ચૂંટણીની મોસમ વચ્ચે ઝારખંડ (Jharkhand)ના મુખ્યમંત્રી હેમંત સોરેન દિલ્હી જઈને PM નરેન્દ્ર મોદીને મળ્યા છે. બંને નેતાઓની મુલાકાત હવે ચર્ચાનો વિષય બની છે.

Advertisement

શા માટે થઇ મુલાકાત?

PM કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઝારખંડ (Jharkhand)ના મુખ્ય પ્રધાન હેમંત સોરેને દિલ્હીમાં PM આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી છે. હેમંત સોરેને પણ PM મોદીને ગુલદસ્તો અર્પણ કર્યો છે. બીજી તરફ CM હેમંત સોરેને આ બેઠકને સૌજન્ય મુલાકાત ગણાવી છે. તેમણે X પર લખ્યું- "માનનીય PM નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત થઈ."

Advertisement

ચૂંટણી વહેલી યોજાઈ શકે છે...

ઝારખંડ (Jharkhand)માં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત કરતા બે મહિના પહેલા ઓક્ટોબરમાં યોજાઈ શકે છે. આ સમયે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે શેડ્યૂલ હેઠળ આ બે રાજ્યોમાં ચૂંટણી પહેલાની મતદાર યાદીને અપડેટ અને રિવાઇઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તે જ શેડ્યૂલ ઝારખંડ (Jharkhand)માં પણ અનુસરવામાં આવી રહ્યું છે. તેના આધારે ઝારખંડ (Jharkhand)ની ચૂંટણી પણ આ બે રાજ્યોની સાથે યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ચૂંટણી પંચની ટીમે મુલાકાત લીધી હતી...

ભારતના ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય ટીમે 10 અને 11 જુલાઈના રોજ ઝારખંડ (Jharkhand)ની મુલાકાત લીધી હતી. વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા અને નિતેશ વ્યાસ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમાર અને તમામ 24 જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને મતદાર યાદી સુધારણા અને મતદાન મથકોની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Advertisement

આ પણ વાંચો : Lucknow : BJP ની બેઠકમાં કેશવ પ્રસાદ મૌર્યનું મોટું નિવેદન, કહ્યું- સરકાર કરતા સંગઠન મોટું…!

આ પણ વાંચો : BJP ને ડિસેમ્બર સુધીમાં મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, રેસમાં સામેલ છે આ અગ્રણી નામો…

આ પણ વાંચો : Bihar માં દલિત મહિલા અને તેના પતિ પર નિર્દયતાથી હુમલો, કપડાં ઉતારી માર માર્યો…

Tags :
Advertisement

.