Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM Hemant Soren: ED એ ઝારખંડના મુખ્યમંત્રીની 27 થી 31 જાન્યુ. વચ્ચે કરશે પૂછતાછ

CM Hemant Soren: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે નોટિસ આપી છે. ED એ 27 જાન્યુ. થી 31 જાન્યુ. વચ્ચે પૂછપરછ માટે ઓફિસ આવવાનું કહ્યું છે. 20 જાન્યુઆરીના રોજ ED અધિકારીઓએ કથિત જમીન કૌભાંડમાંથી મની લોન્ડરિંગના...
cm hemant soren  ed એ ઝારખંડના મુખ્યમંત્રીની 27 થી 31 જાન્યુ  વચ્ચે કરશે પૂછતાછ

CM Hemant Soren: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે નોટિસ આપી છે. ED એ 27 જાન્યુ. થી 31 જાન્યુ. વચ્ચે પૂછપરછ માટે ઓફિસ આવવાનું કહ્યું છે. 20 જાન્યુઆરીના રોજ ED અધિકારીઓએ કથિત જમીન કૌભાંડમાંથી મની લોન્ડરિંગના કેસમાં મુખ્યમંત્રી સોરેનના નિવાસસ્થાને લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.

Advertisement

ED એ અગાઉ 7 વખત નોટીસ ફટકારી હતી

જ્યારે સીએમ સોરેનની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાત કરવામાં આવી હતી. અગાઉ, ED દ્વારા 7 વખત સમન્સ મોકલવામાં આવ્યા બાદ સીએમ પૂછપરછ માટે એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. ત્યારે ED એ તેમને આઠમી વખત સમન્સ જારી કર્યા ત્યારે આખરે તેણે તેની સંમતિ આપી હતી.

Advertisement

CM Hemant Sore

CM Hemant Sore

ઝારખંડના IAS નો પણ આ કેસમાં સમાવેશ

Advertisement

ED  અનુસાર આ તપાસ ઝારખંડમાં માફિયાઓ દ્વારા જમીનની માલિકીમાં ગેરકાયદેસર ફેરફાર કરવા સાથે સંબંધિત છે. આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2011 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છવી રંજનનો સમાવેશ થાય છે. જેમણે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના ડિરેક્ટર અને રાંચીના ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપી હતી.

પૂછપરછ કર્યા પછી સીએમ સોરેને તેમના સમર્થકોને કહ્યું હતું કે, "મારી વિરુદ્ધ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે, પરંતુ અમે ગભરાઈશું નહીં, તમારા નેતા સૌથી પહેલા તેનો સામનો કરશે. તેમણે કહ્યું હતું કે, "તમારા અતૂટ સમર્થન માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું...

રાજ્યની 81 સભ્યોની વિધાનસભામાં, શાસક ગઠબંધન પાસે 47 ધારાસભ્યો છે, જેમાં JMM ના 29, Congress ના 17 અને રાષ્ટ્રીય જનતા દળ અને Communist Party Of india  ના એક-એક ધારાસભ્યનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Shubh Muhurat : જાણો શુભ મુહૂર્તમાં ક્યાં કેટલા બાળકોનો થયો જન્મ, પરિવારે છોકરાનું નામ રાખ્યું ‘રામ’

Advertisement

.