Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝારખંડના CM હેમંત સોરેનની ખુરશી મુશ્કેલીમાં, ECએ કરી ભલામણ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ખુરશી જશે કે રહેશે તે વિશે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.  હેમંત સોરેનનું 'નસીબ' સીલબંધ કવરમાં ચૂંટણી પંચ તરફથી રાજ્યપાલ રમેશ બૈસ સુધી પહોંચ્યું છે. તેમના નામે પથ્થરની ખાણની લીઝ ફાળવવામાં આવી હોવાનો આક્ષેપ કરીને, ભાજપે હેમંત સોરેન સામે ઓફિસ ઓફ પ્રોફિટ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરી હતી.ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની વિà
ઝારખંડના cm હેમંત સોરેનની ખુરશી મુશ્કેલીમાં  ecએ કરી ભલામણ
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ખુરશી જશે કે રહેશે તે વિશે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.  હેમંત સોરેનનું 'નસીબ' સીલબંધ કવરમાં ચૂંટણી પંચ તરફથી રાજ્યપાલ રમેશ બૈસ સુધી પહોંચ્યું છે. તેમના નામે પથ્થરની ખાણની લીઝ ફાળવવામાં આવી હોવાનો આક્ષેપ કરીને, ભાજપે હેમંત સોરેન સામે ઓફિસ ઓફ પ્રોફિટ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરી હતી.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. 
ભાજપે રાજ્યપાલ રમેશ બૈસને ફરિયાદ કરી હતી કે હેમંત સોરેનને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવે. ભાજપે હેમંત સોરેન પર આરોપ લગાવ્યો હતો કે મુખ્યપ્રધાન હોવા છતાં તેઓ લાભનું બીજું પદ સંભાળી રહ્યા છે. ભાજપે કહ્યું કે તેમણે સ્ટોન ચિપ્સ માઈનીંગ લીઝ મેળવીને નફો કર્યો છે. રાજ્યપાલે આ ફરિયાદ ચૂંટણી પંચને તપાસ માટે મોકલી હતી.
દરમિયાન રાજ્યપાલ રમેશ બૈસ સોમવારે દિલ્હી ગયા છે, તેઓ ગુરુવારે રાંચી પરત ફરશે. અધિકારીએ પુષ્ટિ કરી કે ચૂંટણી પંચે તેની ભલામણો મોકલી છે. અધિકારીએ વધુમાં કહ્યું કે રાજ્યપાલ કાર્યાલયની પરવાનગી મળ્યા બાદ જ કંઈક કહી શકાશે.
 મુખ્ય ચૂંટણી કમિશનરની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા વિગતવાર સુનાવણી બાદ ચૂંટણી પંચની ભલામણો આવી છે. સુનાવણી દરમિયાન ભાજપ અને હેમંત સોરેન બંનેના વકીલોએ પોતપોતાની બાજુ રજૂ કરી હતી.
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે 10 ફેબ્રુઆરીએ આ મામલો ઉઠાવ્યો હતો. આ મામલે બીજેપીનું પ્રતિનિધિમંડળ 11 ફેબ્રુઆરીએ રાજ્યપાલને મળ્યું હતું. તે બેઠક દરમિયાન, ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને હેમંત સોરેનને મુખ્યમંત્રી પદેથી દૂર કરવા અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1952 ની કલમ 9A હેઠળ ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી.
રાજ્યપાલ રમેશ બૈસે આ ફરિયાદ ચૂંટણી પંચને મોકલી હતી. ચૂંટણી પંચે હેમંત સોરેનને માઈનિંગ લીઝ આપવા સંબંધિત તમામ દસ્તાવેજો માંગતી નોટિસ જારી કરી હતી. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યનો ખાણકામ વિભાગ સંભાળે છે.
Advertisement
Tags :
Advertisement

.