Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ECએ આગામી ઉપરાષ્ટ્રપતિનું પ્રમાણપત્ર કર્યું જાહેર, જાણો આ તારીખે જગદીપ ધનખડ લેશે શપથ

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે  દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના ઉમેદવાર જગદીપ ધનખડની પસંદગીની જાહેરાત કરતું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ ધનખડ માટે જારી કરેલા ચૂંટણી પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કર્યા. ચૂંટણી પંચે જણાવ્યું કે, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા અને ચૂંટણી પંà
ecએ આગામી ઉપરાષ્ટ્રપતિનું પ્રમાણપત્ર કર્યું જાહેર  જાણો આ તારીખે જગદીપ ધનખડ લેશે શપથ

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે  દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના ઉમેદવાર જગદીપ ધનખડની પસંદગીની જાહેરાત કરતું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેએ ધનખડ માટે જારી કરેલા ચૂંટણી પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કર્યા. ચૂંટણી પંચે જણાવ્યું કે, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા અને ચૂંટણી પંચના વરિષ્ઠ મુખ્ય સચિવ નરેન્દ્ર એન. બુટોલિયાએ પ્રમાણપત્રની સહી કરેલી નકલ કેન્દ્રીય ગૃહ સચિવને આપી હતી. આ નકલ 11 ઓગસ્ટે નવા ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે. 

Advertisement


વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. જગદીપ ધનખડરને એકતરફી હરીફાઈમાં કુલ 528 મત મળ્યા હતા. જ્યારે અલ્વાને માત્ર 182 મતોથી સંતોષ માનવો પડ્યો હતો
Tags :
Advertisement

.