Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ભરતીમાં મહેસામાં જિલ્લાના 48 ઉમેદવારોનાં સર્ટી શંકાસ્પદ

મલ્ટી પર્પઝ હેલ્થવર્કર પુરુષ (MPHW) વર્ગ-3ની જગ્યાની ભરતી (Recruitment) માટે અરજી કરનાર મહેસાણા જિલ્લાના 48 ઉમેદવારોના પ્રમાણપત્ર શંકાસ્પદ જણાઈ આવ્યા છે.  દરમિયાન શંકાસ્પદ પ્રમાણપત્રોની ખરાઈ તેમજ ઉમેદવારોએ અભ્યાસ કરેલ ખાનગી ITIમાં તપાસ કરવાનો પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આદેશ કરાયો છે.મેં 2022માં ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતીજે ખાનગી સંસ્થાના પ્રમાણપત્ર રજ
મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ભરતીમાં મહેસામાં જિલ્લાના 48 ઉમેદવારોનાં સર્ટી શંકાસ્પદ
મલ્ટી પર્પઝ હેલ્થવર્કર પુરુષ (MPHW) વર્ગ-3ની જગ્યાની ભરતી (Recruitment) માટે અરજી કરનાર મહેસાણા જિલ્લાના 48 ઉમેદવારોના પ્રમાણપત્ર શંકાસ્પદ જણાઈ આવ્યા છે.  દરમિયાન શંકાસ્પદ પ્રમાણપત્રોની ખરાઈ તેમજ ઉમેદવારોએ અભ્યાસ કરેલ ખાનગી ITIમાં તપાસ કરવાનો પંચાયત સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આદેશ કરાયો છે.
મેં 2022માં ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી
જે ખાનગી સંસ્થાના પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા છે તે સંસ્થા પાસે જરૂરી ફેસિલિટી ઉપલબ્ધ નહીં હોવાની વિગત સામે આવતા પ્રમાણપત્ર સામે સવાલ ઉભા થયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે ગત તારીખ મેં 2022માં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ-3ની જગ્યાની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. 26 જૂન 2022ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા લીધા બાદ તેનું રિવાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 9 સપ્ટેમ્બરના રોજ બહાર પાડ્યું હતું. ત્યાર બાદ પંચાયત મંડળ દ્વારા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી હાથ ધરાઇ હતી.
ચોક્કસ મુદ્દાઓને આધિન ચકાસણી
જેમાં કેટલાક ઉમેદવારોએ ખાનગી ITIના ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમાણપત્રો અને માર્કશીટ રજૂ કરી હતી. આ ભરતી માટે આ પ્રમાણપત્રો માન્ય રાખવા કે કેમ? તે માટે 16 નવેમ્બરના રોજ ઉમેદવારો દ્વારા જે સ્વરનિર્ભર આઈટીઆઈના પ્રમાણપત્રો રજૂ કરાયાં છે તેને કેટલાક ચોક્કસ મુદ્દાઓને આધિન ચકાસણી કરવાનું મંડળ દ્વારા નક્કી કરાયું હતું.
રિપોર્ટ મંગાવ્યો
જે અંતર્ગત મહેસાણા જિલ્લાના 48 ઉમેદવારો  ખાનગી ITI સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણપત્રો રજૂ કર્યા છે અને જે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ જણાય છે.તેવા 48 ઉમેદવારોનું પ્રમાણપત્રો સાથેનું લિસ્ટ પંચાયત સેવા પસંદગી મંડળના સચિવે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવ્યા છે તો આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે કે સંસ્થાની તપાસ કરી તેને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના અભ્યાસની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે કે નહીં?  સંસ્થા દ્વારા તાલીમ આપતી વખતે સુવિધાઓ પણ અપાઇ છે કે નહીં તેની તપાસ કરી મંડળને રિપોર્ટ આપવા જણાવ્યું હતું.
સ્પેશિયલ ટીમનું ગઠન
જેને પગલે ડીડીઓ ડૉ. ઓમ પ્રકાશ દ્વારા 3 સભ્યોની સ્પેશિયલ ટીમ બનાવી ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઇ, સંસ્થાની તપાસ કરવા તજવીજ હાથ ધરાઇ છે. જેને પગલે ખાનગી સંસ્થાના પ્રમાણપત્રો અને માર્કશીટ રજૂ કરનારા ઉમેદવારોમાં હલચલ મચી ગઇ છે. જિ.પં.ની સ્પેશિયલ ટીમ આ ખાનગી સંસ્થામાં ક્લાસરૂમ, લેબ, ઉમેદવારની બેઠક વ્યવસ્થા, ફર્નિચર અને ફેકલ્ટી સહિતની સુવિધા અંગે તપાસ કરશે.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બનાવાયેલી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, એપેડેમિક મેડિકલ ઓફિસર અને ક્વોલિટી એન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર સહિતના 3 સભ્યોની બનેલી જિલ્લા પંચાયતની સ્પેશિયલ ટીમ પંચાયત સેવા પસંદગી મંડળના કહ્યા મુજબ પ્રમાણપત્ર આપનાર ખાનગી સંસ્થાની રૂબરૂ મુલાકાત લઇ તેની પાસે કેટલી જગ્યા ઉપલબ્ધ છે, ક્લાસરૂમ અને લેબ સુવિધા છે કે નહીં, કેટલા ઉમેદવારની બેઠક વ્યવસ્થા છે, ફર્નિચર અને ફેકલ્ટી વિગેરે ઉપલબ્ધ છે કે નહીં? આ તમામ મુદ્દાઓની તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવશે 
શંકાના ઘેરામાં આવેલી ઇન્સ્ટિટયૂટ
આ આદેશને પગલે શોપિંગમાં ચાલતી ખાનગી આઈટીઆઈ સરસ્વતી ટેકનીકલ ઇન્સ્ટિટયૂટ શંકાના દાયરામાં આવી ગઈ છે. ઓનલાઇન ભરતીમાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રમાણપત્રમાં ખાનગી સંસ્થાઓના સરનામાં જે લખવામાં આવ્યાં છે તે શોપિંગ કોમ્પ્લેક્સ અને નાની દુકાનોમાં હોય એ પ્રકારનાં હોવાથી પંચાયત મંડળને શંકા જતાં પ્રમાણપત્રોની સાથે તે આપનાર ખાનગી સંસ્થાઓની પણ તપાસ કરવાનો આદેશ કરાયો છે તો બીજી તરફ મોટેભાગે એક જ ખાનગી સંસ્થાનાં પ્રમાણપત્રો રજૂ થયાં છે.
48 ઉમેદવારોએ પ્રમાણપત્રો રજુ કર્યાં
મહેસાણા જિલ્લાના જે 48 ઉમેદવારો દ્વારા ઓનલાઇન ભરતી માટે પ્રમાણપત્રો રજૂ કરાયાં છે તે મોટેભાગે એક જ સંસ્થાનાં છે. શહેરના નાગલપુર હાઇવે ગાયત્રી મંદિર પાસે શંકર એસ્ટેટમાં આવેલી સરસ્વતી ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ નામની ખાનગી સંસ્થાના પ્રમાણપત્રો હોવાનું બહાર આવ્યું છે તો રૂબરૂ મુલાકાતમાં આઈટીઆઈનું કાર્યાલય કોમ્પલેક્ષ માં અને શિક્ષણ બંધ સ્કૂલના બે રૂમમાં આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
ITI શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલે
પ્રાથમિક વિગત મુજબ સરસ્વતી  આઈટીઆઈ શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલે છે અને બંધ સ્કૂલના બે રૂમ માં શિક્ષણ આપવાની વાત પણ  પોકળ લાગી છે,,કારણ કે ઇન્સ્ટિટ્યૂટના બંને રૂમમાં સફાઈ વિના બંધ હાલતમાં પડ્યા હોય એવું સ્પષ્ટ દેખાતું હતુ અને તાત્કાલિક સફાઈનું કામ શરૂ કર્યું હતું..જોકે સ્થળ ઉપર આઇટીઆઈમાં એક પણ વિદ્યાર્થીના હોવા છતાં સંચાલક દ્વારા 72 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનો દાવો કરાયો છે.  જો આ સર્ટી બોગસ સાબિત થશે તો 48 પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર નું શુ? બોગસ સર્ટિને કારણે હાલ તો 48 પરિક્ષાર્થી નું ભવિષ્ય દાવ પર લાગ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.