Janagadh : શ્રીધામ ગુરુકુળના સ્વામી સાથે મારપીટ મામલે ફરિયાદ બાદ પોલીસની મોટી કાર્યવાહી
જૂનાગઢ (Janagadh) જિલ્લાના ઝાલણસર ગામમાં આવેલા શ્રી ધામ ગુરુકુળ સંકુલના (Sridham Gurukul) સ્વામી સાથે મારપીટના મામલે મોટા સમાચાર આવ્યા છે. તાલુકા પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જમીનની લેતી-દેતી મામલે ખાર રાખીને 5 આરોપીઓએ વિજય પ્રકાશ સ્વામીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જે બાદ સ્વામીએ ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી છે.
. શ્રીધામ ગુરુકુળ સંકૂલના સ્વામી સાથે મારપીટ મામલો
. મારપીટ મુદ્દે 5 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
. જસ્મિન માઢક, પ્રદ્યુમ્ન સરવૈયા, જય મોલિયાંની ધરપકડ
. રામ આહીર, પ્રકાશ વાઘની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
5 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
જણાવી દઈએ કે, જૂનાગઢ (Janagadh) જિલ્લાના ઝાલણસર (Jhalansar) ગામમાં આવેલા શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી અને કથાકાર સ્વામી વિજય પ્રકાશ સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ ઘટનામાં સ્વામીએ તાલુકા પોલસ સ્ટેશનમાં જસ્મિન માઢક, પ્રદ્યુમ્ન સરવૈયા, જય મોલિયાં, રામ આહીર અને પ્રકાશ વાઘ સહિત 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે કાર્યવાહી કરી 6 પૈકી જસ્મિન માઢક (Jasmin Madhak), પ્રદ્યુમ્ન સરવૈયા, જય મોલિયાં, રામ આહીર (Ram Ahir) અને પ્રકાશ વાઘની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, જમીનની લેતી-દેતી મામલે આરોપીઓએ સ્વામી સાથે મારપીટ કરી હતી.
જમીન લેતી-દેતી મામલે સ્વામી સાથે મારપીટ
આ મામલે DYSP એ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ, જમીન બાબતે લેતી દેતી મામલે ખાર રાખીને માર માર્યા હોવાની ફરિયાદ વિજય પ્રકાશ સ્વામીએ (Vijay Prakash Swamy) કરી હતી, જે હેઠળ કાર્યવાહી કરતા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાલ ચાલી રહી છે. ઘટનાની વાત કરીએ તો પોલીસ ફરિયાદ મુજબ, સ્વામી વિજય પ્રકાશ દાસ કથાકાર અને શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી છે અને સંસ્થા પણ ચલાવે છે. થોડા દિવસ અગાઉ સુરતમાં (Surat) સાસણગીર ખાતે આશ્રમ ધરાવતા જે. કે સ્વામી પર જમીન કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ હતી. માહિતી અનુસાર, શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી અને કથાકાર વિજય પ્રકાશ સ્વામી અને જે.કે. સ્વામી ખાસ મિત્રો હતા. જો કે, કથાકાર વિજય પ્રકાશ સ્વામીએ કહ્યું કે, જમીન કૌભાંડ મામલે મારો કોઈ હાથ નથી. તેમ જણાવ્યું હતું. આ મામલે તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - શ્રીધામ ગુરુકુળ સંકુલના વિજય પ્રકાશ સ્વામીએ મારપીટના મામલે નોંધાવી પોલીસ ફરિયાદ
આ પણ વાંચો - VADODARA : સ્માર્ટ વિજ મીટરનું બેસણું, મહિલાએ કહ્યું “ઘર ચાલે તેમ નથી”
આ પણ વાંચો - સોશિયલ મીડિયા સ્ટાર KIRTI PATEL સામે બે કરોડની ખંડણી માંગવા બદલ નોંધાઈ પોલીસ ફરિયાદ..