શ્રીધામ ગુરુકુળ સંકુલના વિજય પ્રકાશ સ્વામીએ મારપીટના મામલે નોંધાવી પોલીસ ફરિયાદ
- શ્રીધામ ગુરુકુળ ( Sridham Gurukul ) સંકુલના સ્વામી સાથે મારપીટનો મામલો
- સ્વામીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
- વિજય પ્રકાશ સ્વામીએ 6 શખ્સો સામે નોંધાવી ફરિયાદ
- જમીનમાં લેતીદેતી મામલે ખાર રાખી માર્યો હોવાની ફરિયાદ
શ્રી ધામ ગુરુકુળ સંકુલના ( Sridham Gurukul ) સ્વામી સાથે મારપીટના મામલે હવે વિજય પ્રકાશ સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિજય પ્રકાશ સ્વામીએ તેમના સાથે થયેલી મારપીટના મામલે કુલ 6 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, વિજય પ્રકાશ સ્વામી ઉપર સાથેની મારપીટનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. શ્રી ધામ ગુરુકુળ સંકુલના ( Sridham Gurukul ) સ્વામીએ જસ્મિન માઢક, પ્રકાશ વાઘ, જય મોલિયાં, રામ આહીર સહિત છ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ચાલો શું છે સમગ્ર મામલો..
શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી છે સ્વામી વિજય પ્રકાશ દાસ
સ્વામી વિજય પ્રકાશ દાસ કથાકાર અને શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી છે અને સંસ્થા પણ ચલાવે છે. થોડા દિવસ અગાઉ સુરતમાં જે.કે સ્વામી પર જમીન કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી અનુસાર, શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી અને કથાકાર વિજય પ્રકાશ સ્વામી અને સાસણગીર ખાતે આશ્રમ ધરાવતા જે.કે.સ્વામી ખાસ મિત્રો હતા. જો કે કથાકાર વિજય પ્રકાશ સ્વામીએ જમીન કૌભાંડ મામલે મારો કોઈ હાથ નથી. હવે વિજય પ્રકાશ સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે સ્વામીએ પોતાની વાત સામે રાખતા કહ્યું હતું કે, મને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલો જમીન કૌભાંડ મામલે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો : RAJKOT અને SURAT માં તંત્રની કામગીરી યથાવત, સુરતમાં 7 દિવસમાં જ 739 મિલકતો સીલ