ICC Rankings: યશસ્વી જયસ્વાલે લગાવી છલાંગ, આ સ્ટાર ખેલાડીને થયું નુકસના
ICC Rankings: ICCએ નવી T20 રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે પણ સૂર્યકુમાર યાદવને ખાસ ફાયદો થયો નથી. તે હજુ પણ ટોચ પર પહોંચી શક્યો નથી. જો કે ઈંગ્લેન્ડનો ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ સૂર્યકુમાર યાદવની નજીક આવી ગયો છે. આ વખતે યશસ્વી જયસ્વાલે (YASHASVI JAISWAL) રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. તેણે એક વિશાળ છલાંગ લગાવી છે.
આ ખેલાડી T20 રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન
ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ હજુ પણ તાજેતરની T20 રેન્કિંગમાં નંબર 1 પર યથાવત છે. તેની પાસે હાલમાં 844 રેટિંગ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે ટોચ પર છે. ભારતના સૂર્યકુમાર યાદવ નંબર 2 પર છે. તેના નંબર 2ના સ્થાન પર પણ ખતરો છે. ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ પણ સંયુક્ત બીજા સ્થાને યથાવત છે. સૂર્યા ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝનો ભાગ નહોતો. જેના કારણે તેમને નુકશાન થયું છે. જો કે, તેની પાસે શ્રીલંકા સામેની T20 સિરીઝમાં નંબર 1નું સ્થાન પાછું મેળવવાની તક છે.
India players rise in the latest ICC Men's Player Rankings after T20I series win in Zimbabwe 📈 https://t.co/cgUD1BKQp7
— ICC (@ICC) July 17, 2024
યશસ્વી જયસ્વાલે લગાવી છલાંગ
ભારતના યશસ્વી જયસ્વાલે આ વખતે રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. તે 743 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ઝિમ્બાબ્વે સામે તેના શાનદાર પ્રદર્શનથી તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. આ સિરીઝ પહેલા 10મા સ્થાને હતો. ચોથા નંબર પર પાકિસ્તાનનો બાબર આઝમ છે. તેની પાસે 755 રેટિંગ છે. આ પછી પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન છે.
રૂતુરાજ ગાયકવાડને થયું નુકશાન
યશસ્વી જયસ્વાલ આગળ વધવાને કારણે કેટલાક વધુ બેટ્સમેનોને નુકસાન થયું છે. ઈંગ્લેન્ડનો જોસ બટલર એક સ્થાન ગુમાવીને 716 રેટિંગ સાથે નંબર 7 પર પહોંચી ગયો છે. ભારતના રુતુરાજ ગાયકવાડનું રેટિંગ હાલમાં 684 છે અને તે પણ એક સ્થાનના નુકસાન સાથે 8માં નંબરે પહોંચી ગયો છે. 656 રેટિંગ ધરાવતા વેસ્ટ ઈન્ડિઝના બ્રેન્ડન કિંગ એક સ્થાન નીચે નં.9 પર આવી ગયા છે. વેસ્ટ ઈન્ડિઝનો જોનસન ચાર્લ્સ 655 રેટિંગ સાથે દસમા નંબર પર છે, તેને પણ એક સ્થાનનું નુકસાન થયું છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ ટોપ 10માંથી બહાર થઈ ગયો છે અને 11માં નંબર પર પહોંચી ગયો છે. તેનું રેટિંગ 646 છે.
આ પણ વાંચો - Andrea Jaeger: લોકર રૂમમાં થયું યૌન શોષણ, સ્ટાર ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો - ક્રિકેટ જગતમાંથી આવ્યા Bad News, પરિવારની સામે જ આ પૂર્વ ક્રિકેટરની હત્યા કરવામાં આવી
આ પણ વાંચો - Tennis Player Ilie Năstase: શું ભૂતપૂર્વ ટેનિસ સ્ટારે 2500 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યો?