Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યશસ્વી જયસ્વાલ બન્યો સૌથી નાની વયે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકાનાર ભારતીય ઓપનર

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચી દીધો છે. યશસ્વી જયસ્વાલે ભારતના વર્તમાન કેપ્ટન અને ઓપનર રોહિત શર્માનો એક શાનદાર રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માના 14 વર્ષ જૂના સુપર રેકોર્ડને તોડવાનું કામ યશસ્વી જયસ્વાલે કર્યું છે. તમને જણાવી...
યશસ્વી જયસ્વાલ બન્યો સૌથી નાની વયે t20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકાનાર ભારતીય ઓપનર

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચી દીધો છે. યશસ્વી જયસ્વાલે ભારતના વર્તમાન કેપ્ટન અને ઓપનર રોહિત શર્માનો એક શાનદાર રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માના 14 વર્ષ જૂના સુપર રેકોર્ડને તોડવાનું કામ યશસ્વી જયસ્વાલે કર્યું છે. તમને જણાવી દઈએ કે, 12 ઓગસ્ટ શનિવારના રોજ જ્યારે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝની કરો યા મરો મેચ રમી રહી હતી, ત્યારે યશસ્વી જયસ્વાલે અણનમ 84 રન બનાવીને ભારતને પોતાના દમ પર જીત અપાવી હતી. યશસ્વી જયસ્વાલને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement

વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 ઈન્ટરનેશનલ મેચમાં યશસ્વી જયસ્વાલે અણનમ 84 રનની ઇનિંગ રમીને ભારતના વર્તમાન કેપ્ટન અને ઓપનર રોહિત શર્માનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. યશસ્વી જયસ્વાલ હવે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકારનાર ભારતનો સૌથી યુવા ઓપનર બની ગયો છે. યશસ્વી જયસ્વાલે 21 વર્ષ અને 227 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું છે.

રોહિત શર્માનો 14 વર્ષ જૂનો સુપર રેકોર્ડ તોડ્યો

Advertisement

યશસ્વી જયસ્વાલે આ સાથે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. 22 વર્ષ અને 41 દિવસની ઉંમરમાં રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ઓપનર તરીકે રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ વર્ષ 2009માં આયરલેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. ઈશાન કિશને 22 વર્ષ અને 41 દિવસની ઉંમરે વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે T20 ઈન્ટરનેશનલ અડધી સદી ફટકારી હતી.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તે હિટ સાબિત થઈ હતી

Advertisement

યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું જેમાં તે હિટ સાબિત થયો હતો. ગયા મહિને તેની ટેસ્ટ ડેબ્યૂમાં યશસ્વી જયસ્વાલે 177 રનની યાદગાર ઈનિંગ રમી હતી અને ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામે ઈનિંગ અને 141 રનથી જીત અપાવવામાં મદદ કરી હતી. શનિવાર, 12 ઓગસ્ટના રોજ, જ્યારે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે T20 શ્રેણીની કરો યા મરો મેચ રમી રહી હતી, ત્યારે યશસ્વી જયસ્વાલે અણનમ 84 રનની ઈનિંગ રમીને ભારતને પોતાના દમ પર જીત અપાવી હતી. યશસ્વી જયસ્વાલને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.