Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Helicopter Services: જમ્મુથી વૈષ્ણોદેવી ધામ સુધી હેલિકોપ્ટર સેવા શરૂ, માત્ર 10 મિનિટમાં અંતર કપાશે

Helicopter Services: તાજેતરમાં મા Vaishno Devi ના ભક્તો માટે ખુબ જ સારા સમાચાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લઈને મા Vaishno Devi ના ધામ સુધી Helicopter સુવિધા શરુ કરવામાં આવી છે. આજરોજ આ સુવિધાનું લોકાર્પણ કરાયું...
helicopter services  જમ્મુથી વૈષ્ણોદેવી ધામ સુધી હેલિકોપ્ટર સેવા શરૂ  માત્ર 10 મિનિટમાં અંતર કપાશે

Helicopter Services: તાજેતરમાં મા Vaishno Devi ના ભક્તો માટે ખુબ જ સારા સમાચાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લઈને મા Vaishno Devi ના ધામ સુધી Helicopter સુવિધા શરુ કરવામાં આવી છે. આજરોજ આ સુવિધાનું લોકાર્પણ કરાયું હતું. તો જમ્મુના હેલીપેડ વિસ્તારમાંથી બે Helicopter માં Vaishno Devi ના ધામની પાછળ બનાવવામાં આવેલા હેલીપેડ પર લેન્ડીંગ થયા હતાં. તો આ બંને Helicopter માં માતાના દર્શન કરનારા શ્રદ્ધાળુઓ હતાં.

Advertisement

  • Helicopter થી Vaishno Devi માત્ર 10 મિનિટમાં પહોંચાશે

  • આ સુવિધા વૃદ્ધ લોકો માટે અતિ ફાયદાકાર રહેશે

  • Helicopter ની નોંધણ કરતી વખતે બે વિકલ્પો દેખાશે

ત્યારે Helicopter સેવાના કારણે જમ્મુથી માતા Vaishno Devi ના ધામનું અંતર માત્ર 10 મિનિટમાં કપાશે. આ સુવિધાને કારણે અનેક શ્રદ્ધાળુઓના સમયમાં બચાવ થશે. તે ઉપરાંત જમીને માર્ગે જતા તીર્થયાત્રીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે. તેની સાથે આજરોજ આ સુવિધાનો સૌ પ્રથમવાર લાભ લેનારા શ્રદ્ધાળુઓએ પણ Helicopter સેવાની સુવિધા પણ મોના મંતવ્યો મીડિયા સમક્ષ જાહેર કર્ય હતાં.

આ સુવિધા વૃદ્ધ લોકો માટે અતિ ફાયદાકાર રહેશે

Advertisement

તો Helicopter સુવિધાનો લાભ લેનારા શ્રદ્ધાળુઓએ કહ્યું કે, આ ખરેખર આ એક આગવું પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે જમીના માર્ગે જમ્મુથી Vaishno Devi પહોંચવામાં આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓ સરળતાથી નીવારી શકાય છે. તો આ સુવિધાને કારણે વૃદ્ધ લોકો માટે અતિ ફાયદાકાર સાબિત થશે. જોકે આ સુવિધા સાથે અન્ય સુવિધાની પણ સવલતો આપવામાં આવશે.

Helicopter ની નોંધણ કરતી વખતે બે વિકલ્પો દેખાશે

તે ઉપરાંત આ સુવિધાનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓએ http://maavaishnodevi.org સૌ પ્રથમ Helicopter ની નોંધણી કરાવવી પડશે. તો Helicopter ની નોંધણ કરતી વખતે બે વિકલ્પો તમને બતાવવામાં આવશે. જેમાં એક વિરલ્પ SDR (Same Day Return) અને બીજો વિકલ્પ NDR (Next Day Return) તરીકે છે. તો Helicopter ની SDR સુવિધાની કિંમત 35 હજાર છે, તો NDR ની કિમંત 60 હજાર છે.

Advertisement

આ પણ વાંચો: Parliament Oath Ceremony: બંધારણની નકલ હાથ રાખીને અનોખા અંદાજમાં સાંસદ રાહુલ ગાંધીએ લીધા શપથ

Tags :
Advertisement

.