Jammu and Kashmir : Udhampur માં બ્રેક ફેલ થતાં મિની બસ ખાડામાં પડી, 30 લોકો ઘાયલ
- Jammu and Kashmir ના ઉધમપુરમાં ભયંકર અકસ્માત
- ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ખાઈમાં ખાબકી
- 30 લોકો ઘાયલ, તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના ઉધમપુર (Udhampur) જિલ્લામાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક મિની બસ રોડ પરથી પલટીને ખાડામાં પડી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલોમાં મોટાભાગના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જિલ્લાના ફરમા મગજોત વિસ્તારમાં એક પેસેન્જર વાહનનો અકસ્માત થયો હતો, જેમાં 26 નર્સિંગ વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા. બસે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. માહિતી મળ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં દાખલ...
ઘટના અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે મિની બસ સલમારીથી ઉધમપુર (Udhampur) જઈ રહી હતી. દરમિયાન બપોરે 12.30 વાગ્યે ફરમા ગામ પાસે આ અકસ્માત થયો હતો. જોકે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 30 મુસાફરોને સારવાર માટે ઉધમપુર (Udhampur)ની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ લોકોને વિશેષ સારવાર માટે જમ્મુ (Jammu and Kashmir) લઈ જવામાં આવી રહ્યા છે.
#WATCH | Jammu & Kashmir | A mini Bus skidded off the road and fell into the ditch near Shiv Mandir in the Farna area of Salmari, Udhampur. Police rushed to the spot and all injured people were shifted to Associate Hospital - Government Medical College. pic.twitter.com/0pVjgXKyOb
— ANI (@ANI) October 29, 2024
આ પણ વાંચો : Rajasthan માં બસનો ભયંકર અકસ્માત, 12 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
તપાસ કરવામાં આવશે...
ઉધમપુર (Udhampur)ના ડેપ્યુટી કમિશનર સલોની રાયે પરિસ્થિતિનો તાગ મેળવવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલનું નિરીક્ષણ કર્યા બાદ અને ઘાયલો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "પ્રારંભિક માહિતી અનુસાર, મિની બસ, જેમાં લગભગ 30 થી 35 લોકો મુસાફરી કરી રહ્યા હતા, બ્રેક ફેલ થતાં ખાઈમાં પડી હતી." અકસ્માતનું કારણ જાણવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Delhi : હું તમારી સેવા કરી શકીશ નહીં, PM મોદીએ આવું શા માટે કહ્યું?
રાજસ્થાનમાં 12 લોકોના મોત થયા...
મંગળવારે રાજસ્થાનના સીકરમાં પણ એક મોટો અકસ્માત થયો હતો. અહીં સાલાસર તરફથી આવતી બસ પૂલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. આ અકસ્માત લક્ષ્મણગઢ પાસે થયો હતો. ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા મુસાફરોની હાલત નાજુક છે. ઘાયલોને લક્ષ્મણગઢ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. લક્ષ્મણગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : PM-JAY Scheme નો પીએમ મોદીએ વધાર્યો વ્યાપ, વાંચો કેવી રીતે મેળવી શકો લાભ