Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harsh Sanghvi Birthday : યુવાશક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે.... હર્ષ સંઘવી

Harsh Sanghvi Birthday: રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985 ના રોજ સુરતમાં થયો હતો. તેમનું મૂળ નામ હર્ષ રમેશ સંઘવી છે. તેઓ મૂળ સુરતના રહેવાસી છે. હર્ષ સંઘવીએ ધોરણ 9 સુઘી જ અભ્યાસ કર્યો  છે. તેમની પત્નીનું...
harsh sanghvi birthday   યુવાશક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે     હર્ષ સંઘવી
Advertisement

Harsh Sanghvi Birthday: રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985 ના રોજ સુરતમાં થયો હતો. તેમનું મૂળ નામ હર્ષ રમેશ સંઘવી છે. તેઓ મૂળ સુરતના રહેવાસી છે. હર્ષ સંઘવીએ ધોરણ 9 સુઘી જ અભ્યાસ કર્યો  છે. તેમની પત્નીનું નામ પ્રાચીબેન સંઘવી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi Birthday) એક વ્યાપારી તરીકે પણ સુરતમાં પ્રખ્યાત છે. કારણ કે... તેઓ હીરાનો બિઝનેસ પણ કરે છે. તેમની પત્નીએ પણ ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે.

Advertisement

ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સંપત્તિ

ગૃહ મંત્રી હર્ષ સંઘવીની કમાઈ આરુષ જેમ્સ, તેમના MLA નો પગાર અને બેંક વ્યાજમાંથી પણ થાય છે. તેમણે ચૂંટણી પંચને સોંપવામાં આવેલા સોગંદનામામાં તેમની કુલ સંપત્તિ 17.4 કરોડ રૂપિયા જાહેર કરી છે. હર્ષ સંઘવી સામે ગુનાહિત કેસની વાત કરીએ તો તેમની સામે કુલ 0 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેમની પત્નીનું અનેક કંપનીઓમાં 10.51 કરોડ રૂપિયાનું રોકાણ છે. તેમની પત્નીના નામે રૂ. 5.10 કરોડની મિલકત છે. જેમાં તેમનું ઘર પણ સામેલ છે.

Advertisement

Harsh Sanghvi Birthday

Harsh Sanghvi Birthday

Advertisement

રાજનૈતિક સફર

માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ભાજપની પાંખ યુવા મોરચામાં જોડાયા હતા. તેમને યુવા મોરચામાં અનેક મહત્વના પદો પર જવાબદારી સોંપવામાં આવી હતી. હર્ષ સંઘવીએ અનુરાગ ઠાકુર અને પંકજા મુંડે સાથે યુવા મોરચામાં પણ કામ કર્યું હતું. 2014 માં જ્યારે પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી હતી ત્યારે હર્ષ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2010માં પ્રદીપસિંહ વાઘેલા યુવા મોરચાના પ્રમુખ બન્યા ત્યારે તેમણે હર્ષ સંઘવીને તેમની ટીમમાં પ્રદેશ મહામંત્રી બનાવ્યા હતા. વર્ષ 2011 માં યુવા મોરચાના શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવવાના અભિયાન દરમિયાન પ્રદીપસિંહ વાઘેલા સાથે હર્ષ સંઘવી પણ લાલ ચોક પહોંચ્યા હતા. લાલ ચોકમાં આ કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્યકરો પર લાઠીચાર્જ પણ થયો હતો.

Harsh Sanghvi Birthday

Harsh Sanghvi Birthday

હર્ષ સંઘવીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 2012 માં મજુરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તેઓએ રેકોર્ડ બ્રેક મતોથી જીત મેળવી હતી. ત્યાર બાદ તેઓ સૌથી યુવા ધારાસભ્ય પણ બન્યા હતા.તે ઉપરાંત તેમને 2017માં પણ તેમને ટિકિટ મળી હતી. આ ચૂંટણી પણ તેઓ જીતી ગયા હતા.

સપ્ટેમ્બર 2020 માં જ્યારે ભાજપ જનતા યુવા મોરચાના નવા અધ્યક્ષની પસંદગી થવાની હતી ત્યારે હર્ષ સંઘવીનું નામ રેસમાં હતું. આ પછી, તેઓ 36 વર્ષની વયે ગુજરાત સરકારમાં ગુજરાતના સૌથી યુવા ગૃહમંત્રી પણ બન્યા છે. હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર મેળાનું આયોજન કરે છે. આ જ કારણ છે કે તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. હર્ષ સંઘવી આદિવાસી અને પછાત લોકોને મદદ કરવામાં હંમેશા આગવી ઓળખ ધરાવે છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીના સામાજિક કાર્યો

ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નાના-મોટા હોસ્પિટલ બનાવવામાં આવ્યા છે. આ હોસ્પિટલ દ્વારા સિકલસેલ અને એનિમિયા જેવા રોગોથી લોકોને બચાવવામાં આવે છે. આ કાર્યની ત્યારે તેમણે શરૂઆત કરી હતી, જ્યારે તેમના એક મિત્રનું આ બિમારીથી મોત નિપજ્યું હતું. આ હોસ્પિટલ મોટાભાગે આદિવાસી વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. આ હોસ્પિટલ સોનગઢ, ઉચ્છલ અને વ્યારા જેવા વિવિધ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાચો: હિંમતનગરમાં CTMBS ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત શ્રી દયાશંકર હરિશંકર જોશી કપ ટુર્નામેન્ટ યોજાઈ

આ પણ વાંચો - Vadodara : આજે ‘ઇન્ટરનેશનલ મેરેથોન’નું આયોજન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને કરી આ અપીલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×