Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતીઓ ફરી તૈયાર રહેજો...! હવામાન વિભાગે એકવાર ફરી કરી આગાહી

હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી અમરેલી જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી પશ્ચિમ દિશાના પવનો ના કારણે ભેજ ના કારણે વરસાદ 2 દિવસ સુધી આ વાતાવરણ ના કારણે...
ગુજરાતીઓ ફરી તૈયાર રહેજો     હવામાન વિભાગે એકવાર ફરી કરી આગાહી
  • હવામાન વિભાગની આગાહી
  • આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી
  • અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી
  • અમરેલી જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી
  • પશ્ચિમ દિશાના પવનો ના કારણે ભેજ ના કારણે વરસાદ
  • 2 દિવસ સુધી આ વાતાવરણ ના કારણે
  • બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો
  • ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે
  • પવન ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે

રાજ્યમાં એકવાર ફરી મેઘરાજાની એન્ટ્રી થવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઇ શકે છે. રાજ્યના અરવલ્લી, મહીસાગર, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં બે દિવસ સુધી સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થતા કમોસમી વરસાદ પડશે.

Advertisement

રાજ્યમાં શિયાળાની ઋતુ સાથે ચોમાસું

રાજ્યમાં લોકો હાલમાં બે સિઝનનો સામનો કરી રહ્યા છે. શિયાળાની શરૂઆત થઇ છે પણ લાગે છે કે ચોમાસું સાથે જ શરૂ થયું છે. જીહા, એક તરફ શિયાળાની ઠંડી પડી રહી છે અને બીજી તરફ માવઠાનો માર પડી રહ્યો છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણ બદલાતા ઠંડી તો વધી જ છે પણ સાથે વરસાદના કારણે લોકોએ સ્વેટરની સાથે સાથે છત્રી અને રેઇનકોટને પણ બહાર કાઢી રાખ્યા છે. સૌથી ખરાબ હાલત હાલમાં ખેડૂતોની છે. જોકે, તેઓ પણ મોટા પ્લાસ્ટિક અને તાડપત્રીની ખરીદી કરીને પોતાના પાકને નુકસાનથી બચાવવાના પ્રયત્નમાં જોતરાયા છે. જણાવી દઇએ કે, અત્યારે ખેડૂતો માટે શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે અને કમોસમી વરસાદ તેમની મહેનત પર પાણી ફેરવી શકે તેવી પણ પૂરી સંભાવનાઓ છે.

તાપમાનમાં થશે ઘટાડો

રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના નોર્થ ઇસ્ટ અરેબિયન સાગરમાં એક સર્ક્યુલેશનના કારણે થઇ છે. આગામી બે દિવસ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ પડશે. વળી બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે. મળતી માહિતી અનુસાર, ચાલુ માસ ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઘટશે. દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં ભૂજ 16 ડિગ્રી, નલિયા 12 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તો અમરેલી અને પોરબંદરમાં 17 ડિગ્રી તાપમાન જ્યારે રાજકોટમાં 15 અને કેશોદમાં 16 ડિગ્રી તો ડીસામાં 17 અને ગાંધીનગર, અમદાવાદમાં 20 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે.

Advertisement

શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતના કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ છે.

Advertisement

આ પણ વાંચો - મોતની સિરપ : નશીલી સિરપ કેસની તપાસ માટે SIT ની રચના

આ પણ વાંચો - મિથેનોલકાંડ : મોટી સંખ્યામાં મોત બાદ જ સરકાર કેમ જાગે છે ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.