Weather Forecast : રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, Ahmedabad માં વહેલી સવારે વરસાદ
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત નર્મદા, તાપી, ડાંગ નવસારી અને મહેસાણા જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે આજે વહેલી સવારે અમદાવાદ શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં વરસાદ
અમદાવાદ શહેરના સાયન્સ સિટી, થલતેજ, એસ.જી.હાઈવે, સોલા, ગોતા, જુહાપુરા, સરખેજ, નારોલ, વટવા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. રસ્તાઓ સહિત ઠેર ઠેર પાણી ભરાઇ જવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે.
શું રહે છે અંબાલાલ વાંચો આ અહેવાલ : અંબાલાલ પટેલે આ તારીખે કરી ભારે વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં ચોમાસાનું આગમન
ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસાનું આગમન થવાના એંઘાણ છે. ચોમાસું આગળ વધવા માટેની સ્થિતિ સાનુકૂળ દેખાઇ રહી છે. હવે ચોમાસાને આગમનને પણ 24 કલાક જેટલો જ સમય રહી ગયો છે. બિપરજોય વાવાઝોડાને પગલે ચોમાસું મોડુ આવ્યું છે. રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત નર્મદા, તાપી, ડાંગ નવસારી અને મહેસાણા જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 અને 28 જૂને દક્ષિણ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
કેવું રહેશે તાપમાન
રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. આ સાથે જ આજે અમરેલી,બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મોરબી,નવસારી, સુરત, તાપી જેવા જિલ્લાઓમાં પણ 35 ડિગ્રી, ભાવનગર,છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 33 ડિગ્રી, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ અને વડોદરામાં 32 ડિગ્રી, ભરુચ, જુનાગઢ,કચ્છ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર, વલસાડમાં 34 ડિગ્રી, ડાંગ, જિલ્લામાં 31 ડિગ્રી, રાજકોટમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંકક પ્રસરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.