Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Cyclone: 48 વર્ષ બાદ ફરીથી વાવાઝોડાનો અનોખો સંયોગ

48 વર્ષ બાદ ફરીથી વાવાઝોડાનો અનોખો સંયોગ 1976માં આ જ ટ્રેક પર નલિયામાં આવ્યું હતું વાવાઝોડું જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે હવામાનના ઈતિહાસમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે Gujarat Cyclone: ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે અત્યાર સુધીના...
gujarat cyclone  48 વર્ષ બાદ ફરીથી વાવાઝોડાનો અનોખો સંયોગ
Advertisement
  • 48 વર્ષ બાદ ફરીથી વાવાઝોડાનો અનોખો સંયોગ
  • 1976માં આ જ ટ્રેક પર નલિયામાં આવ્યું હતું વાવાઝોડું
  • જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે
  • હવામાનના ઈતિહાસમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે

Gujarat Cyclone: ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડા (cyclone) નો ખતરો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન આવતીકાલે વધુ સક્રિય થશે. વાવાઝોડાને પગલે આવતીકાલ ગુજરાત માટે ભારે છે. જી હાં આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે, ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે.

જમીનની ઉપરનું તોફાન સાગર ઉપર કહેર મચાવશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 80 વર્ષમાં ચોથી વખત આવું થઈ રહ્યું છે. તે દુર્લભ છે કારણ કે જમીનની ઉપર હવામાન પ્રણાલી બની રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવે આ સિસ્ટમના કારણે અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે. એટલે કે આ સિસ્ટમ સમુદ્રની ગરમી લઈને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - Depression હવે બનશે વાવાઝોડું..ગુજરાત પર બેવડી આફત..

ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ

ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે.આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. જ્યારે 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ  વાંચો -Dwarka ના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોનું CM એ હવાઈ નિરીક્ષણ કર્યું

ગુજરાત તરફ દર છ કલાકે 15થી 20 કિલો મીટરની ઝડપે આગળ વધશે

જોકે, સંભાવના એવી પણ છે કે બે દિવસ બાદ તેની અસર ઘટશે. જેને પગલે હાલ આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 વર્ષ બાદ ફરી રીપીટ થઈ શકે છે ઘાતક સિસ્ટમ. દર છ કલાકે 8 થી 10 કિલો મીટર આગળ વધી રહી છે વિનાશક વરસાદની સિસ્ટમ. આવતી કાલથી સાયકલોનિક સિસ્ટમ બનશે વધુ ઝડપી. આવતીકાલથી ગુજરાત તરફ દર છ કલાકે 15થી 20 કિલો મીટરની ઝડપે આગળ વધશે સાયકલોનિક સિસ્ટમ. આજની રાત ભારે છે, આજે બપોરે બે વાગ્યાથી ભારે મુવમેન્ટ શરૂ થઈ છે સિસ્ટમ.

આ પણ  વાંચો -Gondal:અતિવૃષ્ટિનો ભોગ બનેલા નિરાધાર પરિવારોની વ્હારે આવ્યા ધારાસભ્ય ગીતાબા જાડેજા

48 વર્ષ બાદ ગુજરાતમાં ઈતિહાસનું પુનરાવર્તન!

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઝી 24 કલાક સાથે કરેલી એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યું છે કે, 48 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં થઈ શકે છે ઈતિહાસનું પુનરાવર્તન. 1976માં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું. ફરી એકવાર અરબી સમુદ્રમાં એકટીવ થઈ છે એવી જ સિસ્ટમ. 48 વર્ષ પહેલાં ઠીક 31 ઓગસ્ટ 1976માં અરબી સમુદ્રમાં ડિપડિપ્રેશનથી બની હતી આવી ઘાતક સાયકલોનિક સરક્યુલેશનની સિસ્ટમ. આ ઘટનાના લગભગ 5 દાયકા બાદ ફરી એકવાર એ જ દિવસે ગુજરાત પર આવી શકે છે મોટું સંકટ. જી હાં ગુજરાત પર આવી શકે છે વાવાઝોડું. જોકે, હજુ સુધી ગુજરાત પર વાવાઝોડાના સંકટ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

આ પણ  વાંચો -Vadodara: આ વિસ્તારમાં એટલું પાણી ભરાયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, જુઓ video

ગુજરાત પર આવ્યું છે વાવાઝોડાનું સંકટ

48 વર્ષ બાદ ઠીક એ જ દિવસે ગુજરાત પર આવી શકે છે વાવાઝોડાનું સંકટ. 31 ઓગસ્ટ 2024માં ગુજરાત પર આવી શકે છે વિનાશક સિસ્ટમ. ફરી એકવાર ગુજરાત પર દોહરાઈ શકે છે વિનાશક વાવાઝોડાનો ઈતિહાસ. સાયકલોન ડિક્લેર કરવામાં આવ્યું નથી. જોકે, ઈતિહાસમાં સૌથી ઓછા આયુષ્યવાળું સાયકલોન હશે. અરબ સાગરમાંથી ભેજ મળ્યો તેના કારણે ગુજરાત પર આવ્યું છે વાવાઝોડાનું સંકટ.

Tags :
Advertisement

Trending News

.

×