Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોમનાથમાં નવેમ્બર માસમાં રાજ્ય સરકારે ચિંતન શિબિર કર્યું આયોજન

Gujarat Chintan baithak : મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે
સોમનાથમાં નવેમ્બર માસમાં રાજ્ય સરકારે ચિંતન શિબિર કર્યું આયોજન
  • સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે
  • મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે
  • સિસ્ટનેબલ ડેવલોપમેન્ટના 10 મુદ્દાઓનો એક્શન પ્લાન

Gujarat Chintan baithak : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. આ ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. જેમાં 21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચિંતન શિબિર યોજાશે. તેમજ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે. તેના અંતર્ગત રાજ્ય સરકાર આગામી આયોજનો પર મંથન કરશે.

Advertisement

મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે

મળતી માહિતી મુજબ, ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે. તેમજ આ ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે. તો આગામી 21 નવેમ્બર થી 23 નવેમ્બર સુધીની આ શિબિરમાં આરોગ્ય પોષણ, રાજ્યમાં તૈયાર થતી નીતિઓ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો સહિતના વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત સિસ્ટનેબલ ડેવલોપમેન્ટના 10 મુદ્દાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે. તેની સાથે રાજ્ય સ્તરે આગામી રોડમેપ પર સંદર્ભે સમિક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો: જામનગરમાં બ્લેકમેલ કરીને 21 વર્ષ યુવતી સાથે 3 નરાધમોએ મહિના સુંધી...

Advertisement

સિસ્ટનેબલ ડેવલોપમેન્ટના 10 મુદ્દાઓનો એક્શન પ્લાન

આ સિવાય સિસ્ટનેબલ ડેવલોપમેન્ટને લઈ અલગથી ચિંતન શિબિરમાં ચર્ચા કરાશે. જેમાં કોમ્યુનિટી એકશન પ્લાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુપોષણ નિવારણ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, ખોરાક અને પોષણમાં વિવિધતા, ગ્રામ્ય કક્ષાએ જરૂરી દવાઓની ઉપલબ્ધી, નવજાત બાળકોની કાળજી માટે ઘરગથ્થું ઉપાયો, બાળકોનું સંપૂર્ણ અને અસરકારક રસીકરણનો સમાવેશ થશે

આ પણ વાંચો: જૂની પેન્શન યોજના અંગે ઠરાવ પસાર ન થા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

Advertisement

Tags :
Advertisement

.