સૌરાષ્ટ્રમાં આવેલું પહેલું જ્યોતિર્લિગ સોમનાથ મહાદેવ
પોડકાસ્ટ---કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ ગણાય છે. ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે. મંદિરની ખ્યાતિથી તથા તેની ધનસં૫ત્તિ, સોનું વિગેરે લલચાઈને લુંટ...
Advertisement
પોડકાસ્ટ---કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ
સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ ગણાય છે. ઋગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે. મંદિરની ખ્યાતિથી તથા તેની ધનસં૫ત્તિ, સોનું વિગેરે લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો તેના ૫ર હુમલા કરી અનેક વખત લુંટ્યું તેમ છતાં ભારતના ઘર્મપ્રેમી રાજા અને જનતાના કારણે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત, શિવપુરાણ અને સ્કંદપુરાણમાં પણ સોમનાથનો ઉલ્લેખ છે. સોમનાથ ભગવાનના અલૌકિક દર્શનથી દરેક ભક્તને અદભૂત શક્તિનો અનુભવ કરાવતા દિવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવા દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં લોકો આવે છે. ભગવાન ભોળાનાથ દરેકની મનોકામના પૂર્ણ કરે છે.