Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GPSC માં નિષ્ફળ થયેલા શિક્ષકે શિક્ષણની સેવા શરૂ કરી, 90 લોકો સરકારી નોકરીમાં લાગ્યા

સ્પીપામાં તાલીમ મેળવ્યા બાદ GPSC માં સફળતા ન મળતા દાહોદના શિક્ષકે (teacher from Dahod) હતાશ કે નિરાશ થયા વગર તેમાથી પ્રેરણા લઈ સ્પર્ધાત્મક પરીક્ષા (competitive exams) ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ની:શુલ્ક તાલીમ વર્ગ (free training class) ચાલુ કર્યો અને...
gpsc માં નિષ્ફળ થયેલા શિક્ષકે શિક્ષણની સેવા શરૂ કરી  90 લોકો સરકારી નોકરીમાં લાગ્યા
Advertisement

સ્પીપામાં તાલીમ મેળવ્યા બાદ GPSC માં સફળતા ન મળતા દાહોદના શિક્ષકે (teacher from Dahod) હતાશ કે નિરાશ થયા વગર તેમાથી પ્રેરણા લઈ સ્પર્ધાત્મક પરીક્ષા (competitive exams) ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ની:શુલ્ક તાલીમ વર્ગ (free training class) ચાલુ કર્યો અને સેટ વર્ષમાં 90 જણા સરકારી નોકરી (government jobs) માં લાગ્યા.

Advertisement

શિક્ષક કભી સાધારણ નથી હોતા તે ઉક્તિને દાહોદના એક શિક્ષકે સાર્થક કરી છે. કોઈપણ નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ દાહોદના શિક્ષકે પૂરું પાડ્યું છે. પ્રમોદ કાટકર નામના પ્રાથમિક શિક્ષકે જ્યારે 2016 માં GPSC ની પરીક્ષા માટે સ્પીપામાં 6 મહિના તાલીમ લઈ પરીક્ષા આપી હતી, પરંતુ થોડાક માર્ક માટે તેઓ સિલેક્ટ થતાં રહી ગયા ત્યારે તેમના મિત્રોએ આપેલા પ્રોત્સાહનથી નવી દિશા ચીંધી હતી. પોતે વિચાર્યું કે અહીના ગરીબ પરિવારના સેંકડો વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ કરતાં હોય છે, પરંતુ આર્થિક સ્થિતિ સદ્ધર ન હોવાના કારણે સારા કોચિંગ ક્લાસમાં તેઓ નથી જઈ શકતા. તો પોતે સિલેક્ટ ન થાય પરંતુ દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવાથી વંચિત ન રહી જાય તેવા વિચાર સાથે 2017 માં સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રાપ્તિ એકેડમી નામથી મફત તાલીમ વર્ગની શરૂઆત કરી. જ્યારે તેમની પાસે પોતાનું મકાન પણ નહોતું ભાડાના મકાનમાં રહી વિધાર્થીઓને તાલીમ આપવાની શરૂઆત કરી. વહેલી સવારે વર્ગ ચલાવ્યા પછી તેઓ પોતાની ફરજ ઉપર જાય છે અને સાંજે પરત ઘરે આવ્યા પછી ફરીથી વર્ગ લે છે. અને તેમની આ નિસ્વાર્થ સેવાથી સેટ વર્ષમાં 90 જેટલા તાલીમાર્થીઓ સરકારના અલગ અલગ વિભાગમાં નોકરીએ લાગ્યા છે. તાજેતરમાં તેઓએ છેલ્લા એકથી દોઢ વર્ષમાં સરકારી નોકરીએ લાગેલા વિધાર્થીઓનો ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક ભરતભાઈ ચનિયારા અને રામાનુજ મેથ્સ ક્લબના ડો. ચંદ્રમોલી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજી દરેકને સન્માનીત કર્યા હતા.

Advertisement

વિધાર્થીઓને તાલીમ આપવા માટે હાલમાં જ તેઓએ પોતાના મકાનમાં સંપૂર્ણ સુવિધા સાથે ડીઝિટલ ક્લાસરુમ તૈયાર કર્યો છે. અને પોતે ધાબા ઉપર પતરાનો શેડ બનાવીને રહે છે. સામાન્ય રીતે તાલીમનો કોઈપણ ચાર્જ નથી લેવામાં આવતો તો આર્થિક નબળી સ્થિતિ ધરાવતા વિધાર્થીઓને તેઓ પુસ્તકોથી લઈ જરૂરી તમામ પ્રકારની મદદ કરે છે. તેમના ક્લાસ માટે લાઇટ બિલ અને પાણીનો પણ ખર્ચ થતો હોય ત્યારે વિધાર્થીઓએ પણ પોતાની ફરજ સમજીને જ્યારે લાઇટ બિલ કે કોઈ ખર્ચ આવે તો તેઓ અંદરો અંદર ફાળો કરીને લાઇટ બિલની ભરપાઈ કરે છે. પ્રમોદભાઈનું કહેવું છે કે, જ્યારે વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તેમનો વિદ્યાર્થી નોકરીએ લાગ્યો ત્યારે તેમના વાલીએ હર્ષના આંસુ સાથે ભગવાન તમારું ભલું કરશે. આ આશીર્વાદથી પ્રમોદભાઈમાં વધારે ઉત્સાહ વધ્યો હતો. આજના યુગમાં શિક્ષણના નામે લોકો તગડી કમાણી કરી રહ્યા છે. ત્યારે શિક્ષણની સેવા લઈને બેઠેલા પ્રમોદભાઈ આજે ગરીબ વિધાર્થીઓ માટે ભગવાન સમાન સાબિત થયા છે. તેઓની ઈચ્છા છે કે તેમના વર્ગમાથી વિદ્યાર્થીઓ વર્ગ 3 ની નોકરીમાં ઘણા લાગ્યા છે પણ આવનાર સમયમાં વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષાઓમાં વિધાર્થીઓ પાસ થાય તો તેમનું સપનું સાકાર થશે. પ્રમોદ ભાઈએ હાલ તેમનું જીવન શિક્ષણનું ભાથું પીરસવામાં સમર્પિત કરી દીધું છે. ત્યારે તેમના આ સેવાકાર્યમાં તેમના સાથી શિક્ષક મિત્રો પણ પડખે ઊભા છે અને તેમણે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

અહેવાલ - સાબીર ભાભોર

આ પણ વાંચો - Congress Leader: ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓના નિવેદનમાં ગેરબંધારણીય શબ્દ પ્રયોગ કરતા….

આ પણ વાંચો - અમદાવાદ સોલા સિવિલમાં રક્તદાન થકી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

આ પણ વાંચો - Surat : ‘હું સફળ થવા માટે ઘરેથી જાઉં છું. 10 વર્ષ બાદ પરત આવીશ…’, ધો.9ના ગુમ થયેલ બે વિદ્યાર્થી મુંબઈથી મળ્યા

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આજે કોંગ્રેસનું Amreli Bandh નું એલાન, તંત્રને અલ્ટીમેટમ!

featured-img
જૂનાગઢ

Junagadh: ઝેરી મધમાખીઓના ઝુંડે ખેડૂત પર કર્યો હુમલો, સારવાર દરમિયાન થયું મોત

featured-img
રાજકોટ

Rajkot-કાલાવડ રોડ પર ડોક્ટરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો

featured-img
Top News

રાજકોટના સાંસદ Parshottam Rupala ને એક નાગરિકે કર્યો કોલ, ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

featured-img
અમદાવાદ

Ahmedabad: સલમાન એવન્યુ બાદ વધુ એક ગેરકાયદે બાંધકામ હટાવવા હાઇકોર્ટે આપી મંજૂરી, વાંચો અહેવાલ

featured-img
રાજકોટ

Gujarat પોલીસે જાતીય શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરની ધરપકડ કરી

×

Live Tv

Trending News

.

×