Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત સિવિલની ઘોર બેદરકારી, કેન્દ્રએ કરોડોના ખર્ચે ફાળવેલા વેન્ટીલેટર ધૂળ ખાઇ રહ્યા છે

અહેવાલઃ આનંદ પટણી, સુરત  કોરોના કાળ સમયે હજારો દર્દીઓના જીવ બચાવવા કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલને વેન્ટીલેટર્સ ફાળવ્યા હતા. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ વેન્ટીલેટર્સ ધૂળ ખાઇ રહ્યા છે. આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે...
સુરત સિવિલની ઘોર બેદરકારી  કેન્દ્રએ કરોડોના ખર્ચે ફાળવેલા વેન્ટીલેટર ધૂળ ખાઇ રહ્યા છે

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

Advertisement

કોરોના કાળ સમયે હજારો દર્દીઓના જીવ બચાવવા કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલને વેન્ટીલેટર્સ ફાળવ્યા હતા. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ વેન્ટીલેટર્સ ધૂળ ખાઇ રહ્યા છે. આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. ..

કોરોનાકાળ દરમ્યાન ફાળવાયા હતા વેન્ટીલેટર 

Advertisement

ભારતમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારે કોરોના અને નાથવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું lockdown હોવા છતાં પણ સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો એક સમય તો એવો આવી ગયો હતો કે લોકોને સૌથી વધુ જરૂરિયાત વેન્ટિલેટરની પડી રહી હતી આ જ પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને પીએમ કેર ફંડ માંથી સુરત સિવિલ હોસ્પિટલને પણ 100 થી વધુ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી હતી કરોડોના ખર્ચે આપવામાં આવેલા આ વેન્ટિલેટરને કોરોના બાદ યોગ્ય રીતે સંભાળીને મૂકવાના હતા પરંતુ આ કામગીરી કરવામાં સિવિલ નું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે

Advertisement

450 થી વધુ વેન્ટિલેટરો હાલ દૂર ખાઈ રહ્યા છે

સુરત સિવિલ હોસ્પિટલમાં પીએમ કેર ફંડ માંથી આવેલા વેન્ટિલેટરો બે બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યા છે કિડની બિલ્ડિંગમાં મૂકવામાં આવેલા વેન્ટિલેટરો ધૂળ ખાઈ રહ્યા છે જ્યારે બીજા સ્ટેમસેલ બિલ્ડીંગ ની અંદર પણ વેન્ટિલેટરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. બંને બિલ્ડીંગ મળીને આશરે 450 થી વધુ વેન્ટિલેટરો હાલ દૂર ખાઈ રહ્યા છે. આ વેન્ટિલેટરો હાલ ભંગારની હાલતમાં મૂકી દેવાય છે.

વેન્ટિલેટર મશીનો અને ખરેખર વાત કરવામાં આવે તો વેન્ટિલેટર મશીનોનો સૌથી મોટો દુશ્મન ધૂળ કહેવાય છે અને બીજો જો વેન્ટિલેટર નો સૌથી મોટો દુશ્મન હોય તો તે ભેજ છે ભેજ અને ધૂળ લાગવાના કારણે વેન્ટિલેટર મશીનો બગડી જાય છે અને વધુ દૂર લાગેલા વેન્ટિલેટરોને સાફ કર્યા બાદ ઉપયોગમાં લેવામાં આવે તો તેમાં શોર્ટ સર્કિટ થવાની સૌથી મોટી સંભાવના રહેલી હોય છે.

સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ ના ડોક્ટર ગણેશે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવેલા તમામ વેન્ટિલેટરો જે હાલમાં ઉપયોગમાં નથી તે તમામ વેન્ટિલેટરોની દર મહિને સાફ-સફાઈ કરવામાં આવે છે તેમજ આ વેન્ટિલેટરને પ્લાસ્ટિક થી એટલા માટે નથી ઢાંકવામાં આવતા કારણ કે પ્લાસ્ટિક વારંવાર ઉડી જતું હોય છે ડોક્ટર ગણેશે સિવિલ તંત્રનો લુલો બચાવ કર્યો હતો જો દર મહિને વેન્ટિલેટરને સાફ કરવામાં આવતા હોય તો આટલા ધૂળના થર વેન્ટિલેટર ઉપર જામે જ નહીં

Tags :
Advertisement

.