Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગામી 2 વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનો અને પેટ્રોલ વાહનોની કિંમત સમાન હશેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે, 'ટેક્નોલોજી અને ગ્રીન એનર્જીમાં ઝડપી પરિવર્તનને કારણે ઇલેક્ટ્રિક વાહનો (EV)ની કિંમતમાં ઘટાડો થશે અને આગામી બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોની કિંમતમાં ઘટાડો થશે'. નાણાકીય વર્ષ 2022-23 માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માટે અનુદાનની માંગ' પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા ગડકરીએ એમ પણ કહ્યું કે, 'સ્વà
આગામી 2 વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનો અને પેટ્રોલ વાહનોની કિંમત સમાન હશેઃ નીતિન ગડકરી
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે, 'ટેક્નોલોજી અને ગ્રીન એનર્જીમાં ઝડપી પરિવર્તનને કારણે ઇલેક્ટ્રિક વાહનો (EV)ની કિંમતમાં ઘટાડો થશે અને આગામી બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોની કિંમતમાં ઘટાડો થશે'. 
નાણાકીય વર્ષ 2022-23 માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માટે અનુદાનની માંગ' પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા ગડકરીએ એમ પણ કહ્યું કે, 'સ્વદેશી ઇંધણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ પ્રકારનું બળતણ ટૂંક સમયમાં બજારમાં હશે અને પ્રદૂષણ પર અંકુશ આવશે'. કેન્દ્રીય મંત્રીએ સાંસદોને તેમના સંસદીય મતવિસ્તારમાં ગટરના પાણીનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે પહેલ કરવા જણાવ્યું હતું.
નીતિન ગડકરીએ કહ્યું કે 'હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું વૈકલ્પિક ઇંધણ બનશે. આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે અને તેની કિંમત પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોની બરાબર હશે'.
ગડકરીએ કહ્યું, 'હું કહી શકું છું કે વધુમાં વધુ બે વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને ઑટોરિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર અને ઑટોરિક્ષાની સમકક્ષ હશે. લિથિયમ-આયન બેટરીની કિંમતો સતત નીચે આવી રહી છે. અમે ઝિંક-આયન, એલ્યુમિનિયમ-આયન અને સોડિયમ-આયન બેટરીની રસાયણશાસ્ત્ર વિકસાવી રહ્યા છીએ'. 
Advertisement
Tags :
Advertisement

.