ભરૂચ અંકલેશ્વરના નર્મદા કાંઠે વસતા 500થી વધુ લોકોનું સ્થળાંતર
અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 10 દરવાજા સીઝનમાં પેહલી વખત 1.45 મીટરથી ખોલાતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરી દેવાયા છે જોકે મોડી રાત્રી સુધી ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી ભયજનક સપાટી વટાવે તેવા એંધાણો વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર એ પણ એક્શન મોડ માં આવી અધિકારીઓ સાથે બેઠકોનું દોર શરૂ કરી દીધો છે જો કે કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી 8 ટર્બાઇન ચલાવી 12 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે ઓમકારેશ્વર ડેમના દરવાજા પણ ખોલતા સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના 30 પૈકી 10 ગેટ 1.45 મીટરથી આજે બપોરે 12 કલાકે ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા નદીમાં પાણી મોટી માત્રામાં ઠલવાઇ રહ્યું છે. કર્મશ 3.45 લાખથી 8 લાખ સુધી પાણીમાં વધારો થવાનો હોય ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
આજે સવારે 11 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.82 મીટરે નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી - 138.68 મીટર છે. પાણીની આવકમાં ધરખમ વધારો થતા ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 12 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી રહી છે.સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બપોરે 12 કલાકથી 10 દરવાજા ખોલી પાણી છોડવાનું શરૂ કરાયું છે. બપોરે 1 કલાકથી વધુ દરવાજા ખોલાશે. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે 1 કલાકથી 3.95 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. જે તબબક્કાવાર વધારીને 8.45 લાખ ક્યૂસેક સુધી છોડવામાં આવી શકે છે.
નર્મદા,ભરૂચ,વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. હાલ પાણીની આવક 5,80,000 ક્યૂસેક છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ થઈ રહ્યાં છે.
ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં પાણીની સપાટી 136.11 મીટરને પાર કરી ગઈ છે. જોકે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના એંધાણો વચ્ચે જિલ્લા વહીવટી તંત્રએ પણ ડિઝાસ્ટર ઓફિસે અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી હતી જો કે મોડી રાત્રે પણ ગોલ્ડન બ્રિજની જળ સપાટી ભયજનક સપાટીની ઉપર પહોંચે તેવા એંધાણો વચ્ચે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા સાથે સ્થળાંતર કરવાની કવાયત પણ કરનાર હોવાની માહિતી મળી રહી છે
સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને લાખો ક્યુસેક પાણી છોડાય તેવા એંધાણો વચ્ચે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય અને સીઝનમાં પ્રથમ વખત નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી સંભાવના વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર પણ સતત બન્યું છે મોડી રાત્રિ બાદ વહેલી સવાર સુધી નર્મદા નદી બે કાંઠે વહેતી થશે તેવી માહિતી સાંપડી રહી છે
નર્મદામાં પાણીની આવકથી માછીમારોના ચહેરા ઉપર રોનક..
નર્મદા નદીમાં પાણીની આવક ન થવાના કારણે સમગ્ર સીઝન માછીમારોની ફેલ થતા નિરાશા જોવા મળી હતી પરંતુ કહેવાય છે ને કે કુદરતના આર્શીવાદ હંમેશા માછીમારોને મળતા રહ્યા છે તેમ નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાના કારણે નવા ચોમાસાની સીઝન ફેલ ગઈ પરંતુ આવનાર સમયમાં ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે આવનારા શિયાળાની સિઝનમાં ઝીંગા અને લેવટા થકી માછીમારોને રોજગારી પ્રાપ્ત થઈ શકે તેવી આશાઓ પણ માછીમાર સમાજના પ્રમુખ કમલેશ મઢી વાલાએ વ્યક્ત કરી છે
નર્મદા નદી કાંઠા ઉપર લોકોને અવર-જવર ન કરવા જિલ્લા વહીવટી તંત્રની સૂચના..
નર્મદા નદીમાં સતત પાણીની આવક થાય તેવા સાઓ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રએ પણ લોકોને નર્મદા નદીના કાંઠે ન જવા અને સાવચેત રહેવા પણ સૂચનાઓ આપી દીધી છે જેના પગલે લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કરાયા છે
અત્યારે જે પાણી છોડાઈ રહ્યું છે તે મહિના પહેલા છોડાયું હોત તો 25,000 માછીમારો ને રોજગારી મળી હોત :- માછીમાર
નર્મદા ડેમના 23 દરવાજા ખોલી છોડવામાં આવી રહ્યું છે જો આ જ પાણી સત્તાવાર એક મહિના પહેલા છોડવામાં આવ્યું હોત તો હજારો માછીમારો ને રોજગારી પ્રાપ્ત થઈ શકી હોત પરંતુ અત્યારે જે પાણી છોડવામાં આવશે અને નર્મદા નદીમાં પાણીને આવક થશે તેનાથી માછીમારોને કોઈ ફાયદો નથી પરંતુ આવનારી શિયાળાની સિઝનમાં થોડી ઘણી રોજગારી મળી રહે તેવી આશાઓ માછી મારોએ વ્યક્ત કરી છે
ભરૂચ અંકલેશ્વર ના નર્મદા કાંઠે વસતા 500થી વધુ લોકોનું સ્થળાંતર
નર્મદા ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીમાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા સાથે સાવચેત રહેવા માટેના સૂચનો તંત્ર દ્વારા અપાય રહ્યા છે ત્યારે ભરૂચની ગોલ્ડન બ્રિજ નજીકની ઝૂંપડપટ્ટી સહીત અંકલેશ્વરના ઘણા ગામડાના નર્મદા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને ઘરવખરી સાથે સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે
આ પણ વાંચો -