Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Andhra Pradesh માંથી ફરી કરોડો રૂપિયાની રોકડ જપ્ત, આ રીતે થયો પર્દાફાશ...

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. અગાઉ શુક્રવારે પણ NTR જિલ્લામાં રૂ. 8 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે, જ્યાં કાર્ડબોર્ડના સાત બોક્સમાં 7 કરોડ રૂપિયા...
andhra pradesh માંથી ફરી કરોડો રૂપિયાની રોકડ જપ્ત  આ રીતે થયો પર્દાફાશ

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. અગાઉ શુક્રવારે પણ NTR જિલ્લામાં રૂ. 8 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે, જ્યાં કાર્ડબોર્ડના સાત બોક્સમાં 7 કરોડ રૂપિયા છુપાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં, નલ્લાજરલા મંડલના અનંતપલ્લીમાં એક ટાટા એસ વાહન એક લારી સાથે અથડાઈને પલટી ગયું અને અહીંથી આ રહસ્ય બહાર આવ્યું. સ્થાનિક લોકોએ જોયું કે તે વાહનમાં બોરીઓ વચ્ચે રોકડના 7 કાર્ડબોર્ડ બોક્સ લઈ જવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જપ્ત કરાયેલી રકમ લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે કાર વિજયવાડાથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. અકસ્માતમાં સામેલ ટાટા એસ વાહનના ચાલકને ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ગોપાલપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

શુક્રવારે જ 8 કરોડની રોકડ મળી આવી હતી...

આ પહેલા શુક્રવારે પણ આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના NTR જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી. અહીં ચેકિંગ દરમિયાન, પોલીસે પાઈપોથી ભરેલી ટ્રકમાંથી આશરે રૂ. 8 કરોડની રોકડ જપ્ત કરી હતી. પોલીસે ટ્રક અને પૈસા કબજે કરવા સાથે તેમાં મુસાફરી કરી રહેલા બે લોકોને પણ કસ્ટડીમાં લીધા હતા.

Advertisement

પૈસા હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યા હતા...

પોલીસના જણાવ્યા અનુસાર, NTR જિલ્લામાં ગરિકાપાડુ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન નોટોનો સંગ્રહ મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાઈપોથી ભરેલી ટ્રકમાં પૈસા એક અલગ કેબિનની અંદર રાખવામાં આવ્યા હતા. જગગૈયાપેટ સર્કલ ઈન્સ્પેક્ટર ચંદ્ર શેખરે ઘટનાની પુષ્ટિ કરી છે. આ જથ્થો હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તેઓ આ રકમ જિલ્લા તપાસ ટીમોને સોંપશે અને ચૂંટણી પંચના અધિકારીઓ અને ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ની તમામ 25 બેઠકો પર મતદાન થશે...

આંધ્ર પ્રદેશમાં, 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે, જે ચોથા તબક્કા (મે 13) માં યોજાશે, જેમાં અરાકુ, શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, કાકીનાડા, અમલાપુરમ, રાજમુન્દ્રી, નરસાપુરમ, એલુરુ, માછલીપટ્ટનમ, વિજયવાડા, ગુંટુર, નરસરાઓપેટ, બાપટલા, ઓંગોલ, નંદ્યાલ, કુર્નૂલ, અનંતપુર, હિન્દુપુર, કુડ્ડાપાહ, નેલ્લોર, તિરુપતિ (આરક્ષિત), રાજમપેટ અને ચિત્તૂરની બેઠકોનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો : Odisha : PM મોદીએ કંધમાલમાં ચૂંટણી રેલીને સંબોધી, વિપક્ષો પર કર્યા પ્રહારો…

આ પણ વાંચો : કોમેડિયન Shyam Rangeela ને વારાણસીમાં નથી મળી રહ્યા સમર્થકો!, પોસ્ટ કરીને કહ્યું…

આ પણ વાંચો : Karnataka સેક્સ સ્કેન્ડલમાં આવ્યો નવો વળાંક, થયો મોટો ખુલાસો…

Tags :
Advertisement

.