Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Civil Hospital: સુરતમાં એક બાજુ ડૉક્ટરોની લાલીયાવાડી, તો પોલીસ દયાભાવી

Surat Civil Hospital: સુરતમાં એક તરફ SMIMER Hospital લોકોનો સહારો બનીને ઉભરી છે. તો બીજી તરફ સુરતમાં Civil Hospital દ્વારા માનવતાને શર્મશાર કરતી જોવા મળી રહી છે. ત્યારે સુરત શહેરના મજુરા વિસ્તાર ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલ ખાતે વૃધ્ધા દર્દી...
surat civil hospital  સુરતમાં એક બાજુ ડૉક્ટરોની લાલીયાવાડી  તો પોલીસ દયાભાવી

Surat Civil Hospital: સુરતમાં એક તરફ SMIMER Hospital લોકોનો સહારો બનીને ઉભરી છે. તો બીજી તરફ સુરતમાં Civil Hospital દ્વારા માનવતાને શર્મશાર કરતી જોવા મળી રહી છે. ત્યારે સુરત શહેરના મજુરા વિસ્તાર ખાતે આવેલા નવી સિવિલ હોસ્પિટલ ખાતે વૃધ્ધા દર્દી સાથે અમાનવીય વ્યવહારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. Civil Hospital હોસ્પિટલમાં ડૉક્ટરો અને સરકારી કર્મચારી દ્વારા આળસ અને લાલીયાવાડી કરી રહ્યા છે.

Advertisement

  • Civil Hospital ના કર્મચારીઓએ માનવતાને શર્મશાર કરી
  • વૃદ્ધ મહિલાએ આપવીતી સંભળાવી
  • મહિલા પોલીસ કર્મીએ માનવતા મહેકાવી

Civil Hospital ના કર્મચારીઓએ માનવતાને શર્મશાર કરી

Surat Civil Hospital

Surat Civil Hospital

જ્યારે પણ દર્દીઓ Civil Hospital જાય છે, ત્યારે ડોકટર આજે નથી, કાલે આવજો તેમ કહી ઓપીડીમાંથી દર્દી ને સારવાર આપ્યા વગર પરત મોકલી દેવામા આવે છે. ત્યારે આ ઘટનાને લઈને એક આકસ્મિક ઘટના સામે આવી છે. આ કેસમાં એક દર્દીને ડૉક્ટર નથી, તે કહીંને પરત મોકલી દેતા એક વૃદ્ધા Civil Hospital ના કેમ્પસમાં ઢળી પડ્યા હતા.

Advertisement

જો કે આ સમગ્ર ઘટના જોતા સિવિલ પોલીસ ચોકીના મહિલા કર્મીની માનવતા સામે આવી હતી. મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધાને સારવાર માટે લઈને તરત ઇમરજન્સીમાં દોડી અને તમેને સારવાર અપાવી હતી. એટલુ જ નહીં સિવિલ તંત્ર સ્ટાફના અમાનવીય વ્યવહાર અંગે પણ ફરિયાદ કરી હતી.

વૃદ્ધ મહિલાએ આપવીતી સંભળાવી

આ વૃદ્ધાનું નામ આશાબેન છે. તેઓ સુરત શહેરમાં પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહે છે. તેમની ઉંમર 67 વર્ષની છે. ત્યારે Civil Hospital દ્વારા તેમના સાથે જે અમાનવીય વ્યવહાર કર્યો હતો, તેના વિશે તેમણે કહ્યુ હતું કે, કમરમાં દુખાવો હતો.જેથી તે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતાં. પરંતુ સિવિલના સ્ટાફ દ્વારા સારવાર આપ્યા વગર એ જ પરત મોકલી દેવામાં આવ્યા હતાં.

Advertisement

Surat Civil Hospital

Surat Civil Hospital

ત્યારબાદ ફરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ત્યાં 6 નંબરની ઓપીડીમાંથી ખુબજ ખરાબ વર્તન કરવામાં આવ્યું સાથે જ 'આજે ડોકટર નથી, કાલે આવજો' તેમ કહીને તેમને બીજા દિવસે પણ પરત ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જે બાદ આશાબેન જઈ રહ્યા હતા.

મહિલા પોલીસ કર્મીએ માનવતા મહેકાવી

પરંતુ કમરમાં થતાં અસ્ય દુખાવા અને પોતાની મોટી ઉંમરને કારણે તેઓ સિવિલ પોલીસ ચોકીની બહાર એજ એકાએક ઢળી પડ્યા હતા. આ જોતા પોલીસ ચોકીના હિંસુ મોહિતા નામના મહિલા પોલીસ કર્મી માજીને પડતા જોઈ તાત્કાલિક દોડી આવ્યા હતા.

તેમણે વૃદ્ધા મહિલાને સહારો આપ્યો અને તેમની આપવીતી સાંભળી, તાત્કાલિક સારવાર માટે તે સિવિલના ઇમરજન્સી વોર્ડમાં દોડ્યા હતા. ત્યાર બાદ તેમને ત્યાંથી ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. પોલીસ કર્મી હિંસુ મોહિતાના કાર્યમાં સૌ કોઈએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેના સાથે આશાબેને પણ પોલીસ કર્મી મહિલાને આશીર્વાદ આપ્યા હતા.

અહેવાલ રાબિયા સાલેહ

આ પણ વાંચો: Ambaji : આજથી શાકંભરી નવરાત્રીનો પ્રારંભ, ગબ્બર પર અખંડ જ્યોતને શાકભાજીનો શણગાર, 21 કિલો લાડુ ધરાવાયા

Tags :
Advertisement

.