Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવ્યાંગજનો માટે સાંભળવાના મશીન તથા અન્ય સાધન સહાય વિતરણ કેમ્પનું કરાયું આયોજન

આજ રોજ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તથા સુપરિટેન્ડેન્ટ ડો રાકેશ જોશીની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ સ્થિત આદર્શ જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર, (DDRC) દ્વારા સાંભળવાના મશીન (Hearing Aids) તથા ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરે વિતરણ...
દિવ્યાંગજનો માટે સાંભળવાના મશીન તથા અન્ય સાધન સહાય વિતરણ કેમ્પનું કરાયું આયોજન

આજ રોજ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તથા સુપરિટેન્ડેન્ટ ડો રાકેશ જોશીની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ સ્થિત આદર્શ જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર, (DDRC) દ્વારા સાંભળવાના મશીન (Hearing Aids) તથા ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરે વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

Advertisement

આ કેમ્પ લોકસભાના સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ તરફથી રૂપિયા 25 લાખની ગ્રાન્ટ અંતર્ગત કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 350 જેટલા જરૂરિયાત મંદ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા. સાધનોમાં 200 જેટલા સાંભળવાના મશીન (Hearing Aids) તથા 150 જેટલા અન્ય સાધન સહાય વિતરણ જેમ કે ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરેનું વિતરણ લોકસભા સંસદ સદસ્ય હસમુખભાઈ પટેલ, વિધાનસભા સદસ્ય દર્શનાબેન વાઘેલા તથા ડૉ.રાકેશ જોશી મેડિકલ સુપ્રિટેન્ડટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રિટેન્ડટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ડીડીઆરસી ઇન-ચાર્જ ની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ સ્થિત આદર્શ જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર, (DDRC) ખાતે કરવામાં આવ્યું.

બાકીના જરૂરિયાત મંદ 430 જેટલા લાભાર્થીઑને આ અઠવાડીયા દરમ્યાન સાંભળવાના મશીન (Hearing Aids) તથા ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરે આવી રીતે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સ્થિત આદર્શ જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર, (DDRC) દ્વારા લોકસભા સંસદ હસમુખભાઈ પટેલની ગ્રાન્ટ અંતર્ગત પૂરા પાડવામાં આવશે.

Advertisement

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Nadabet ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ, અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળશે

Advertisement

આ પણ વાંચો - Dr. Vaishali Joshi case : PI બી.કે. ખાચરની વધી શકે છે મુશ્કેલીઓ! નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાની ફરિયાદ

આ પણ વાંચો - અમદાવાદ સિવિલ મેડીસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમાં વિશ્વ મહિલા દિવસની સશક્ત ઉજવણી

Tags :
Advertisement

.