સામાન્ય નાગરિક બની સારવાર માટે ગયેલા MLA ને ડોક્ટરે ગાળો ભાંડી
- ધારાસભ્ય હોવાની ખબર હોવા છતા ડોક્ટરે ગાળો ભાંડી
- ડોક્ટર દર્દીઓ સાથે અસભ્ય વર્તન કરતો હોવાની ફરિયાદ મળી હતી
- ધારાસભ્યએ એટ્રોસિટી અંતર્ગત ડોક્ટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
Doctor Abused MLA Kamleshwar Dodiyar : સૈલાના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારની સાથે રતલામ જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરે ગેરવર્તણુંક કરી હતી. ધારાસભ્ય સામાન્ય દર્દી બનીને દવા લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ડોક્ટરે તેમને ગાળો ભાંડી હતી. સાથે જ કહ્યુંકે, તું ઓળખતો નથી કે હું કોણ છું. હાલ તો ધારાસભ્યએ તેનીવિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો : Patna માં વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, Khan Sir ની ધરપકડ થતા સ્થિતિ વણસી
ધારાસભ્યને પણ ડોક્ટરે ગાળો ભાંડી
મધ્યપ્રદેશના સૈલાન વિધાનસભાના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારની સાથે ડોક્ટરે અસભ્ય વર્તન કર્યું હતું. ધારાસભ્ય દર્દી બનીને હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. ડોક્ટરની ચેમ્બરમાં જ્યારે ધારાસભ્યએ પ્રવેશ કર્યો તો ડોક્ટરે તેને ગાળ આપીને કેસપેપર માંગ્યા હતા. આ અંગે ધારાસભ્યના સમર્થકોએ કહ્યું કે, તમે જાણો છો કે તેઓ ધારાસભ્ય છે. ધારાસભ્ય સાથે આ પ્રકારે ગેરવર્તણુંક કરી રહ્યા છો.
ડોક્ટર લાજવાના બદલે ગાઝ્યો
લોકોના જણાવવા છતા ડ્યુટી પર રહેલા ડોક્ટરના તેવર નરમ નહોતા પડ્યા. ડોક્ટરે વધારે આક્રમક તેવર દર્શાવીને ગેરવર્તણુંક કરી હતી. સાથે જ કહેવા લાગ્યો કે તમે નથી જાણતા કે હું કોણ છું. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સાથે જ ડોક્ટરના દુસ્સાહસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર, 2000 ખાલી પદ માટે 4 સપ્તાહમાં થશે ભરતી
આ છે સમગ્ર મામલો
રતલામ જિલ્લા હોસ્પિટલના ડોક્ટર અંગે ધારાસભ્યને ફરિયાદ મળી હતી. તેમના વિસ્તારના અનેક દર્દી ત્યાં દાખલ હતા. ધારાસભ્ય તે દર્દીઓની ખબર પુછવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને પોતે પણ સારવાર માટે પહોંચ્યા. ડોક્ટર પાસે ગુરૂવારે રાત્રે આશરે સાડા નવ વાગ્યે પહોંચ્યા તો ગાળો આપીને ડોક્ટરે તેમનો કેસ પેપર માંગ્યો હતો. ગાળ આપી રહેલા ડોક્ટરનું નામ સીપીએસ રાઠોડ છે.
ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ
ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે શુક્રવારે સ્ટેશન રોડ ખાતે બે બત્તી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી છે. સાથે જ કાર્યવાહીની માંગ કરી છે. મીડિયા સાથેવાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, સામાન્ય માણસની જેમ સારવાર કરાવવા માટે ગયો હતો. કોઇ કારણ વગર જ ડોક્ટરે અપશબ્દો બોલ્યા હતા. જાતિ સૂચક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. આ ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે નારાજગી છે. ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી. મધ્યપ્રદેશ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત કમલેશઅવર ડોડિયાર અપક્ષ ઉમેદવાર છે. તેઓ ઝુંપડીમાં રહે છે અને તેઓની આદિવાસીઓ વચ્ચે સારી પકડ છે.
આ પણ વાંચો : "જય શ્રી રામ" બોલાવવાની ફરજ પાડી, બાળકોને થપ્પડ અને ચપ્પલથી માર્યા