ઈન્દિરા એટલે ઈન્ડિયા, ફિલ્મ Emergency ના ટ્રેલરે કર્યા લોકોને સ્તબ્ધ
ફિલ્મ Emergency ને સિનેમાઘરોમાં જોવા માટે લોકોમાં કુતૂહલ
ઈમરજન્સીને કારણે સમગ્ર દેશમાં હોબાળો થયો હતો
ફિલ્મ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે
Emergency Trailer OUT: Bollywood અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ Emergency નું Trailer રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ Emergency માં Kangana Ranaut ભારતની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનું કિરદાર ભજવી જોવા મળી રહી છે. પરંતુ ફિલ્મ Emergency ની રિલીઝ પહેલા કંગના રનૌતએ Trailer માં પોતાના શાનદાર અભિનય અને કિરદારથી લોકોને સ્તબ્ધ કરી નાખ્યા છે. તેણે Trailer રિલીઝ થતાની સાથે દરેક ભારતીયના દિલ જીતી લીધા છે. Trailer માં જે રીતે Kangana Ranaut ઈન્દિરા ગાંધીના કિરદારમાં ડાયલોગ બોલે છે. તેને જોઈને દરેક લોકોની મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.
ફિલ્મ Emergency ને સિનેમાઘરોમાં જોવા માટે લોકોમાં કુતૂહલ
ફિલ્મ Emergency એ વર્ષ 1975 માં ભારત દેશ પર લાગૂ કરવામાં આવેલી Emergency પર આધારિત છે. ફિલ્મ Emergency ટ્રેલર બાદ લોકો ફિલ્મને સિનેમાઘરોમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ Emergency માં ઈન્દિરા ગાંધીની રાજનીતિ અને તેના વાસ્તવિક કિરદારની અમુક ઝલક જોવા મળશે. તો ફિલ્મ Emergency માં ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ એટલે કે પિતા-દીકરીના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે ઉપરાંત ઈન્દિરા ગાંધીએ પોતાના શાસનકાળ દરમિયાન કેવી રીતે રાજનૈતિક ચક્રવ્યૂહ અને દેશની સરહદ પર થતા યુદ્ધો પર કેવી રીતે રાજ કર્યું હતું. તેના વિશે ફિલ્મ Emergency માં દર્શાવવામાં આવ્યું છે.
INDIA is INDIRA & INDIRA is INDIA!!!
The Most Powerful Woman In The History of the country,
The Darkest Chapter She Wrote in its History!
Witness ambition collide with tyranny. #EmergencyTrailer Out Now!#KanganaRanaut’s #Emergency Unfolds In cinemas worldwide on 6th September… pic.twitter.com/6RYUQpadfk— Kangana Ranaut (@KanganaTeam) August 14, 2024
આ પણ વાંચો: રક્તપાન કરતા માનવ અને સાહસિક યોદ્ધાઓના સંગમની ગાથા ફિલ્મ કંગુઆ
ઈમરજન્સીને કારણે સમગ્ર દેશમાં હોબાળો થયો હતો
ફિલ્મ Emergency માં Kangana Ranaut ઉપરાંત સાથી કિરદાર તરીકે શ્રેયસ તલપડે, સતીશ કૌશિક, મિલિંદ સોમન જેવા અન્ય કલાકારો જોવા મળશે. વર્ષ 1975 માં દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સીને કારણે સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. લોકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાયા હતાં. તે સમયે લોકોએ ઈન્દિરા ગાંધીના આ નિર્ણયની ખૂબ ટીકા કરી હતી.
ફિલ્મ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે
ફિલ્મ Emergency માં જયપ્રકાશ નારાયણના કિરદારમાં અનુપમ ખેર જોવા મળશે. અશોક છાબડાને મોરારજી દેસાઈની ભૂમિકા ભજવશે. શ્રેયસ તલપડેએ અટલ બિહારી વાજપેયીના રોલમાં હશે.નોંધનીય છે કે કંગના રનૌતે ફિલ્મ 'ઇમરજન્સી'માં માત્ર મુખ્ય ભૂમિકા જ ભજવી નથી, પરંતુ તેણે પોતે જ નિર્દેશનની જવાબદારી પણ સંભાળી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.
આ પણ વાંચો: Nikita Ghag-ન્યૂડ ફોટોશૂટ કરાવીને તરખાટ મચાવી દીધો