Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ED Sixth Summons: ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હીના સીએમને સમન્સ પાઠવવામાં આવ્યા

ED Sixth Summons: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી શરાબનીતિ કૌભાંડ (Delhi Liquor Case) માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejariwal) ને છઠ્ઠું સમન્સ જારી કર્યા છે. ED એ દિલ્હીના સીએમ ફરી એકવાર સમન્સ પાઠવ્યા ED એ દિલ્હીના સીએમ...
ed sixth summons  ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હીના સીએમને સમન્સ પાઠવવામાં આવ્યા

ED Sixth Summons: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી શરાબનીતિ કૌભાંડ (Delhi Liquor Case) માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejariwal) ને છઠ્ઠું સમન્સ જારી કર્યા છે.

Advertisement

  • ED એ દિલ્હીના સીએમ ફરી એકવાર સમન્સ પાઠવ્યા
  • ED એ દિલ્હીના સીએમ વિરુદ્ધ જાહેર સમન્સની તારીખો
  • કોર્ટે તેમને 17 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યું હતું

ED એ દિલ્હીના સીએમ ફરી એકવાર સમન્સ પાઠવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejariwal) ને છઠ્ઠી વખત સમન્સ પાઠવીને તેમને 19 ફેબ્રુઆરીનો રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM Arvind Kejariwal) એ અત્યાર સુધી મોકલવામાં આવેલા સમન્સ પર પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા નથી.

Advertisement

ED એ દિલ્હીના સીએમ વિરુદ્ધ જાહેર સમન્સની તારીખો

ED એ કેજરીવાલ (Delhi CM Arvind Kejariwal) ને 3 Jan, 17 Jan, 31 Jan, 21 Dec અને 2 Nov એ સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejariwal) ની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. AAP નું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને આપી શકે છે.

કોર્ટે તેમને 17 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યું હતું

ED વારંવાર સમન્સ મોકલવા છતાં હાજર થવામાં નિષ્ફળ જતાં 7 ફેબ્રુઆરીએ કોર્ટે કેજરીવાલ (Delhi CM Arvind Kejariwal) ને હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. કોર્ટે કેજરીવાલ (Delhi CM Arvind Kejariwal) ને 17 ફેબ્રુઆરીએ હાજર થવા કહ્યું હતું. દિલ્હી દારૂ કૌભાંડ કેસ (Delhi Liquor Case) માં ED દ્વારા અનેક સમન્સ મોકલવા છતાં દિલ્હીના સીએમ કેજરીવાલ (Delhi CM Arvind Kejariwal) હાજર ન થવા સામે ED દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Farmers Protest Update: સરકારે કર્યા ખેડૂતો વધુ નારાજ, ખેડૂતો પર ટીયર ગેસ અને લાઠીચાર્જ કરવામાં આવ્યો

Tags :
Advertisement

.