Delhi Liquor Case: AAP ના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર મોટો ખુલાસો
Delhi Liquor Case: Delhi Liquor Policy કેસમાં ધરપકડ કરાયેલા AAP ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી છે. Delhi ની એક કોર્ટે સંજય સિંહને આગામી રાજ્યસભા ચૂંટણી માટે વ્યક્તિગત રીતે ઉમેદવારી નોંધાવવાની પરવાનગી આપી છે.
AAP એ 5 જાન્યુઆરીએ ફરીથી સંજય સિંહ એનડી ગુપ્તાને રાજ્યસભામાં બીજી ટર્મ માટે નોમિનેટ કર્યા હતા. આ સિવાય પાર્ટીએ દિલ્હી મહિલા આયોગ (DCW) ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને રાજ્યસભા માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

Delhi Liquor Case
રાજ્યસભાના બે સાંસદો ફરી નોમિનેટ થયા
AAP ના રાજકીય બાબતોની સમિતિ વતી એવું કહેવામાં આવ્યું હતું કે સમિતિએ બે વર્તમાન સભ્યોને ફરીથી નામાંકિત કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે સુશીલ કુમાર ગુપ્તાએ હરિયાણામાં યોજાનારી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રાજ્યસભાના સભ્ય તરીકે સુશીલ કુમાર ગુપ્તાનો કાર્યકાળ આ મહિનાના અંતમાં પૂરો થશે.
જો કે અગાઉ Delhi Excise Policy સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા સંજય સિંહને અદાલતે રાજ્યસભાના સભ્ય તરીકે ફરીથી નોમિનેશન માટે દસ્તાવેજો પર સહી કરવાની મંજૂરી આપી હતી. ત્યારે આ આદેશ સંજય સિંહની અરજી પર વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે આપ્યો હતો.
સંજય સિંહની સહી
AAP ના નેતા સંજય સિંહે કહ્યું હતું કે, "રાજ્યસભાના સભ્ય તરીકેનો તેમનો વર્તમાન કાર્યકાળ 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. રિટર્નિંગ ઓફિસરે 2 જાન્યુઆરીએ નોટિસ જારી કરીને ચૂંટણી યોજવા અને 9 જાન્યુઆરી સુધીમાં તેના માટે નોમિનેશન ફાઇલ કરવાનું જણાવ્યું હતું." ત્યારે સંજય સિંહને દસ્તાવેજો પર સહી કરવા દેવા માટે તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટને નિર્દેશ આપવાની વિનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ISRO Update: ISRO એ નવા વર્ષની શરૂઆતમાં જ ઈતિહાસ રચ્યો